દાહોદ જિલ્લામાં પોલીસે બે જુદી જુદી જગ્યાએ પ્રોહી રેડ પાડી રૂપિયા ૭૭ હજાર ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ, રોકડ તથા ઈકો ગાડી મળી રૂપિયા ર,૩૪,ર૪૯ નો મુદ્દામાલ કબ્જે લઈ બે ઈસમોની અટક કર્યાનું જાણવા મળેલ છે.
દાહોદ, તા.રર
દાહોદ જિલ્લામાં પોલીસે બે જુદી જુદી જગ્યાએ પ્રોહી રેડ પાડી રૂપિયા ૭૭ હજાર ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ, રોકડ તથા ઈકો ગાડી મળી રૂપિયા ર,૩૪,ર૪૯ નો મુદ્દામાલ કબ્જે લઈ બે ઈસમોની અટક કર્યાનું જાણવા મળેલ છે.
જિલ્લામાં પ્રોહીના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ ફતેપુરા તાલુકામાં બલૈયા ગામે બનવા પામ્યો હતો જેમાં સુખસર પોલીસે એક ઈકો વાન રોકી તેમાં તલાસી લઈ ઈકોવાનમાંથી રૂપિયા ૩૬, ૯૦૦ની કુલ કિંમતના ઈગ્લીશ દારૂ તથા બીયર ટીન મળી બોટલ નં.૯૩ ઝડપી પાડી રૂપિયા દોઢ લાખની કિંમતની ઈકોવાન ગાડી મળી રૂપિયા ૧,૮૬,૯૦૦ના મુદ્દામાલ સાથે ઈકો ગાડીના ચાલક મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામના ઉન્ડવા ફળીયાના કીરણભાઈ વજેસીંગભાઈ વણઝરાની અટક કરી હતી. આ સંબંધે સુખસર પોલીસે પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો બીજા બનાવ ઝાલોદ નગરના ગામડી ચોકડી પાસે બનવા પામ્યો હતો. જેમાં ઝાલોદ પોલીસે ગતરોજ રાતે ઝાલોદ ખાંટવાડામાં મણીબેન હાઈસ્કુલ પાસે રહેતા રામાભાઈ છગનભાઈ દેવડા તથા ભાવપુરા ગામના પોણા સોળ વર્ષીય સગીર રાહુલભાઈ મગનભાઈ મેડા એમ બંને જણા પોતાના કબ્જાના મકાન તથા કેબીનમાં ગેરકાયદે કરતા હોઈ પોલીસે ઓચિંતો છાપો મારી રાહુલભાઈ મગનભાઈ મેડા તથા રામાભાઈ છગનભાઈ દેવડાને ઝડપી પાડ્યા હતા અને તેઓની અંગઝડતી લઈ ર૩,૩૮૦ની રોકડ તથા રૂપિયા ૭૦૦૦ની કુલ કિંમતના બે મોબાઈલ ઝડપી પાડી દુકાન તથા કેબીનમાંથી રૂપિયા ૪૦૩૪૯ ની કિંમતની વિદેશી દારૂની બીયરની બોટલ નં.ર૩પ પકડી પાડી કુલ રૂપિયા ૭૦,૩૪૯નો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને રાહુભાઈ મગનભાઈ મેડા સગીર હોઈ તેને બાળગૃહમાં મોકલી આપી આ બાબતની જાણ તેની માતા રસીલાબેન મગનભાઈ મેડાને જાણ કરી ઝાલોદ પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.