લીમખેડા તાલુકાના ચેડિયા ગામેથી LCB પોલીસે વોચ દરમિયાન 2.28 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ સાથે ખેપીયાને ઝડપી લીધો.
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચેડીયા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક સ્કોર્પીયો ફોર વ્હીલર ગાડીમાંથી રૂા. ૨,૨૮,૪૩૨ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૩,૭૮,૪૩૨ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીબીશન, જુગાર, નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ મળેલ બાતમીના આધારે ચેડીયા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી એક સ્કોર્પીયો ફોર વ્હીલર ગાડી પસાર થઈ હતી. પોલીસે ફોર વ્હીલર ગાડીને જાેઈ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથેજ તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક પંકજભાઈ રમણભાઈ પટેલ (રહે. અંતેલા, માળુ ફળિયું, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ) નાની અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૧૬૮૦ જેની કુલ કિંમત રૂા. ૨,૨૮,૪૩૨ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૩,૭૮,૪૩૨નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.