લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી ટ્રકમાંથી 23 જેટલા ગૌવંશને બચાવી લેતી ગૌરક્ષક તેમજ પોલીસની ટીમ
ગગન સોની/ધ્રુવ ગોસ્વામી
દાહોદ તા.1
લીમખેડા તાલુકાના ઢઢેલા ગામ નજીક ગૌરક્ષકો તેમજ પોલીસને મળેલ બાતમીના આધારે એક ટ્રકમાં 23 ગૌવંશને ઘાસચારા તેમજ પાણીની સુવિધા વગર ક્રુરતાપૂર્વક બાંધી રાખી કતલખાને લઈ જવામાં આવતા ગૌરક્ષક તેમજ પોલીસની ટીમે આ 23 ગૌવંશને મુક્ત કરાવી ગોધરા પરવડી પાંજરાપોળ ખાતે ગૌવંશને મોકલી આપ્યાનું જાણવા મળે છે.
તારીખ 29/02/2020 ગૌ રક્ષા દળ દાહોદને બાતમી મળી હતી કે ગોધરા ટ્રકમાં ગાય ભર્યા બાદ કતલ કરવામાં લઈ જવાઈ રહી છે, ત્યારે દાહોદના ગૌ રક્ષાઓએ હાઇવે પર જુદા જુદા સ્થળોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. GJ15 Z 1251 નંબર ની ગાડી ગૌ રક્ષાકોને જોવાઈ આવી હતી અને ગૌ રક્ષાકો ફિલ્મની જેમ ગાડીની પાછળ ચાલ્યા ગયા હતા. અને દાહોદના ગૌ રક્ષક અને લીમખેડા તાલુકાના ઢઢેલા ગામ નજીક લીમખેડા પોલીસે કરેલી સખત મહેનત બાદ. પોલીસને જોઇ ટ્રકનો ડ્રાઈવર અને કંડક્ટર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. ટ્રકની અંદર તપાસ કરતાં ઘાસચારા અને પાણી વગર ક્રૂરતાપૂર્વક 23 ગૌ માતાને બાંધી નાખવામાં આવ્યા હતા, બાદ ગૌ રક્ષકો દ્વારા તેમને કતલથી બચાવમાં આવ્યા હતા.
.
જીવકલ્યાણ પાંજરાપોડ પરવડી (ગોધરા) માં કુલ 23 ગૌ વંશ સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.
દાહોદ ગૌ રક્ષા દળના તમામ ગૌ રક્ષકો અને ઢઢેલા ગૌ રક્ષકો સાથે સહકાર આપી વાહનને પકડવામાં સફળતા મળી હતી.
#dahod #sindhuuday

