ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા પક્ષના વિવિધ હોદ્દાઓ માટે પદાધિકારીઓ નિમવામાં આવ્યા.
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ ૧૩૦-વિધાનસભામાં આજ રોજ તારીખ 02/05/023 મંગળવારના રોજ આમ આદમી પાર્ટી વિધાનસભા ઝાલોદ ખાતે પ્રમુખ અનિલ ગરાસીયાની અધ્યક્ષતા હેઠળ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકસભા ઇન્ચાર્જ અને લીમખેડાના વિધાનસભાના પ્રમુખ નરેશભાઈ બારીયા , દાહોદ જિલ્લા અને ફતેપુરા વિધાનસભા પ્રમુખ ગોવિંદ પરમાર , પૂર્વ જિલ્લા પ્રમુખ ભાનુભાઇ પરમાર , પૂર્વ દાહોદ જિલ્લા મહામંત્રી હાર્દિક સોલંકી ઉપસ્થિત રહયા હતા. જેમાં આવનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી નવા સંગઠનની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. તાલુકા પ્રમુખ તરીકે હઠીલા કમલેશભાઈ,ઝાલોદ મહિલા પ્રમુખ તરીકે શ્રુતિબેન ડામોર,શહેર પ્રમુખ તરીકે કનુભાઈ બારીઆ,ઝાલોદ શહેર યુવા પ્રમુખ તરીકે સોહીલ ભાઈ ધડા,કિસાનસેલના પ્રમુખ તરીકે મનસુખભાઇ ડામોર યુવા પ્રમુખ તરીકે ભાભોર મિતેશભાઈ, S.T સેલ પ્રમુખ તરીકે મુકેશભાઈ નિનામા અને તમામ સોસીયલ મીડિયા પ્રભારી, સંગઠન અને સહસગઠન મંત્રી એવા હોદ્દેદારો ની નિમણુંક કરવામાં આવી. પાર્ટી ના તમામ હોદ્દેદારો એ હાજરી આપી હતી.