ઠાસરાના શ્રીજીપુરામાં જમીન બાબતના ઝઘડાની રીસ રાખી માર મારતાં ફરીયાદ નોધાઇ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
ઠાસરાના શ્રીજીપુરામાં જમીન બાબતના અગાઉના ઝગડાની રીસમાં એક મહિલાને તેની દેરાણી, ભત્રીજા અને ભત્રીજા વહુએ લાકડી તેમજ ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરીયાદ ડાકોર પોલીસ મથકે નોંધાયો છે.
ઠાસરાના ખીજલપુર ગામના શ્રીજીપુરામાં રહેતા કાંતાબેન કનુભાઇ બલાભાઇ પરમાર સાથે સાંજના સમયે જમીન બાબતના ઝઘડાની રીસ રાખી ભત્રીજા જીતેશ રમેશભાઈ પરમારે ગાળો બોલી ઝઘડો કર્યો હતો. તેણીએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયલ ભત્રીજાએ જપા જપી કરી લાકડીથી કાકી કાંતાબેનને કાન પર ફટકારી હતી તે સમયે જીતેશનુ ઉપરાણું લઈ દોડી આવેલ તેની માતા સવિતાબેન રમેશભાઈ પરમાર તથા તેની પત્ની મધુબેન જીતેશભાઈ પરમારે કાંતાબેનને ગડદાપાટુનો માર માર્યો હતો. આજુબાજુના લોકો દોડી આવતા ત્રિપુટી તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતાં. ડાકોર પોલીસે આ મામલે કાંતાબેનની ફરિયાદના આધારે તેણીના ભત્રીજા જીતેશ રમેશ પરમાર, દેરાણી સવિતાબેન રમેશ પરમાર અને ભત્રીજાઓ મધુબેન જીતેશ પરમાર વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.