ઓનલાઇન એપ્લીકેશનમા કાંડા ઘડિયાં જોઈ મિત્ર માટે ઓર્ડર કરવા ક્લીક કરી અને રૂપિયા કપાઇ ગયા.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
ઓનલાઇન એપ્લીકેશનમા કાંડા ઘડિયાં જોઈ મિત્ર માટે ઓર્ડર કરવા ક્લીક કરી અને રૂપિયા કપાઇ ગયા ઠાસરામાં મોબાઈલ ફોનમાં ઘડીયાળ જોઈ એના પર ક્લીક કરતા એકાઉન્ટમાંથી પહેલા ૧ રૂપિયો અને બાદમાં સીધા ૩૪ હજાર ૧૮૫ કપાઈ ગયા છે. આ બનાવ મામલે ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ઠાસરા શહેરમાં મહાદેવવાળા ફળિયામાં રહેતા ગોપાલભાઈ શીવાભાઈ ભોઈએ ગત ૨૫ એપ્રિલે ફ્લીપ કાર્ટમા ઓનલાઇન એપ્લીકેશનમા કાંડા ઘડિયાં જોઈ તેના મિત્ર માટે એપ્લિકેશનમા ઓર્ડર કરવા ક્લીક કરી અને મોબાઈલમાં એક મેસેજ આવ્યો જેમાં પોતાના એકાઉન્ટમાંથી એક રૂપિયો ડેબીટ થયા હોવાનો હતો. અને બીજા દિવસે ૩૪ હજાર ૧૮૫ રૂપિયા કપાઈ ગયા નો મેસજ આવતાં ગોપાલભાઈ ચોંકી ગયા જ્યારે ઓનલાઇન ઓર્ડર કરેલ નથી કે કોઈના ખાતામાં નાણાં જમા કરાવ્યા નથી તો કઈ રીતે આ નાણાં કપાયા તે બાબતે તપાસ કરતા પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં ગોપાલભાઈ ભોઈએ જે તે સમયે તુરંત બેંક એકાઉન્ટ અને એટીએમ કાર્ડ બંધ કરાવ્યુ હતું અને સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર પર અને આજે ઠાસરા પોલીસમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.