મહેમદાવાદમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરતા અકસ્માત સર્જાયો,એકનું મૃત્યુ

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

મહેમદાવાદના  કોઠીપૂરા ઓએનજીસી ગેટ નજીક બે બાઇક વચ્ચે  અકસ્માત સર્જાયો હતો.  જેમાં પિતાનું મોત નિપજયુ હતુ. જ્યારે ઘાયલ દિકરીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે. અમદાવાદના સિંગરવામાં રહેતા રમેશભાઈ છગનભાઈ ચૌહાણ  અને તેની દિકરી નેહલબેન મંગળવાર બપોરે મહેમદાવાદ સરસવણી ગામમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. દરમિયાન લગ્ન પ્રસંગ પૂર્ણ કરી સાંજના પિતા-પુત્રી બાઈક પર તેમના ઘરે સિંગરવા જવા નીકળ્યા હતા તે સમયે હલદરવાસના કોઠીપૂરા ઓએનજીસી ગેટ નજીક સામેથી આવતા બાઇકના ચાલકે રમેશના બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં રમેશ ચૌહાણને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું સ્થળ પર મોત નિપજયુ હતુ. જ્યારે દીકરી નેહલને શરીરે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!