જેસાવાડા પોલીસે અપહરણ સહિતના ચાર ગુનાઓમાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો.

વનરાજ ભુરીયા ગરબાડા

જેસાવાડા પોલીસે અપહરણ સહિતના ચાર ગુનાઓમાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો.જેસાવાડા પોલીસ મથકના પીએસઆઈ એન.એમ રામી તથા એ.એસ.આઇ સિરાજ અબ્દુલ્લા તેમજ જેસાવાડા સર્વેલન્સ સ્કોવડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે જેસાવાડા પોલીસ મથકના પ્રોહી ગુ.ર.નં ૪૧/૨૦૧૭ ધી ગુજરાત પ્રોહી એક્ટ કલમ ૬૫ઈ, ૮૧,૯૮(૨) મુજબ તથા (૨) ફ.ગુ.ર.નં ૧૦/૨૦૧૮ ઈ.પી.કો કલમ ૩૬૪(એ),૧૧૪ મુજબ ગુન્હાઓમા નાસતો ફરતો આરોપી નામે મુકેશભાઈ મડીયાભાઈ જાતે પલાસ ઉ.વ.૩૧ ધંધો ખેતી રહે.માતવા પટેલ ફળીયા તા.ગરબાડા જી.દાહોદ નાનો તેના ઘરે હોવાની બાતમીના આધારે ઘરે જઈ તપાસ કરતાં આરોપી તેના ઘરેથી હાજર મળતા તેને ઝડપી પાડી જેલ ના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: