દાહોદની ચાર વ્યક્તિઓએ એકબીજાની મદદગારીથી પુર્વ આયોજિત કાવતરૂ ઘડી છેતરપીંડી કરવાના ઈરાદે બનાવટી સોનાના દાગીના ઉપર સોનાનો ઢોળ ચડાવી તેને સાચા દાગીના તરીકે રજુ કરી.

સિંધુ ઉદય

દાહોદ તા.૪દાહોદની ચાર વ્યક્તિઓએ એકબીજાની મદદગારીથી પુર્વ આયોજિત કાવતરૂ ઘડી છેતરપીંડી કરવાના ઈરાદે બનાવટી સોનાના દાગીના ઉપર સોનાનો ઢોળ ચડાવી તેને સાચા દાગીના તરીકે રજુ કરી મુથુટ ફિનકોર્પ બ્રાન્ચમાંથી અલગ અલગ તારીખે અલગ અલગ દાગીનાઓ ઉપર કુલ રૂા. ૨૫.૫૫ લાખથ ઉપરાંતની લોનો લઈ તે લોનોની રકમ ભરપાઈ ન કરી ફાઈનાન્સ કંપની સાથે છેતરપીંજડી કર્યાનું જાણવા મળ્યું છે.દાહોદ ગોવિંદનગર, કુષ્ણનગર સોસાયટીમાં રહેતા ભાવીન પ્રવિણ ચંદ્ર શીંદે, વૃંદાવન સોસાયટીમાં રહેતા જીગરભાઈ અશ્વીનભાઈ પંડ્યા, ગોવિંદનગર, મધુરમ સોસાયટીમાં રહેતા મયુરભાઈ અરવીંદભાઈ સોની તથા દાહોદ પંચમુખી મંદીર સામે રોહીણી એપાર્ટમેન્ટટમાં રહેતા જીતેશકુમાર સુરેશકુમાર ભાટીયા એમ ચારે જણાએ તા. ૪-૮-૨૦૨૦ થી તા.૨૯-૮-૨૦૨૦ દરમ્યાન એકબીજાની મદદ ગારીથી પૂર્વ આયોજિત કાવતરૂ ઘડી ઈરાદાપૂર્વક છેતરપીંડી કરવાના ઈરાદે બનાવટી સોનાના દાગીના ઉપર સોનાનો ઢોળ ચડાવીને કંપનીમાં સાચા દજાગીના તરીકે રજુ કરી તેઓના દાગીના બનાવટી છે તે વાતની ખાતરી હોવા છતાં ઓરીજનલ દાગીના હોવાનું કહી દાહોદ બસ સ્ટેશન પાસે મુથુટ ફિનકોર્પ બ્રાન્ચમાંથી અલગ અલગ તારીખ અને અલગ અલગ દાગીનાઓ પર કુલ ૧૨ લોનો પેટે કુલ રૂપિયા ૨૫,૫૫,૪૩૧ની માતબર રકમ મેળવી લીધા બાદ થયેલ કરાર મુજબ સદર લોનની રકમ નહી ભરી કે ઓરીજનલ દાગીના નહીં આપી ફાઈનાન્સ કંપની સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો. ઉપરોક્ત ચારે જણા લોનના રૂપિયા ભરી દેશે તે આશયથી સદર ફાઈનાન્સ કંપનીના અધિકારી દાહોદ, ગોધરારોડ, નરસીંહ કોલોની, મુનલાઈન સ્ટુડીયોની પાછળ રહેતા બળવંત ઓમકાર કુશવાહે જે તે સમયે પોલિસમાં ફરિયાદ આપી ન હતી પરંતુ ઉપરોક્ત ચારે જણાએ લોનની રૂપિયાની ભરપાઈ ન કરી ઓરીજનલ દાગીના પણ ન જમા કરાવતા આખરે આ મામલે પોલિસમાં ફરિયાદ નોંધાતા પોલિસે આ સંદર્ભે દાહોદના ઉપરોક્ત ચારે જણા વિરૂધ્ધ છેતરપીંડી તથા વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: