ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઇક ચાલકનું સારવાર દરમ્યાન મોત.
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઇક ચાલકનું સારવાર દરમ્યાન મોત.તારીખ 03-05-2023 બુધવારના રોજ સતીષભાઈ પોતાના ઘરેથી GJ.20. AS.9729 કામ અર્થે નીકળ્યા હતા,ત્યાર બાદ સાંજે ચાર વાગ્યા એક ફોન મારફત સતીષભાઈનું ગરાડુ મુકામે અકસ્માત થયેલ હોવાની જાણ તેમના પરિવાર જનોને થઈ હતી. સતીષભાઈનું અકસ્માત થતાં તેમને પ્રાથમિક સારવાર ઝાલોદ સરકારી દવાખાનામાં કરી વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ હતા ત્યાં સારવાર દરમિયાન સતીષભાઈનું મૃત્યુ થયેલ હતું. વિરસીંગભાઇ ડામોર દ્વારા તારીખ 04-05-2023 નાં રોજ અજાણ્યા ચાલક જેની હોન્ડા કંપનીની સાઇન મોટર સાયકલ GJ-20-AK-1608 જે પૂર ઝડપે બે ફિકરાઇ થી ગફ્લત રીતે ગાડી ચલાવી સતીષભાઈની પલ્સર મોટરસાયકલ GJ-20-AS-9729 ને ગરાડું કજેરી ફળીયામાં ટક્કર મારી માથા અને હાથ પગ અને કમરમાં ઈજા કરી નાશી ગયેલ વ્યક્તિ પર ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે.


