દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ બનેલ ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બ વ્યક્તિઓ કાળનો કોળીયો બન્યાનું જાણવા મળ્યું છે.

સિંધુ ઉદય

વાહન ચાલકની ગફલને કારણે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ બનેલ ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બ વ્યક્તિઓ કાળનો કોળીયો બન્યાનું જાણવા મળ્યું છે.ઝાલોદ તાલુકામાં ગમખ્વાર અકસ્માતના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ મીરાખેડી ગામે રાતે પોણા આઠ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં એકત એસ.ટી.બસના ચાલકે તેના કબજાની જીજે-૧૮ ઝેડ-૭૫૪૯ નંબરની એસ.ટી.બસ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સામેથી આવી રહેલી ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામના તળ હોળી ફળિયાના મુકેશભાઈ બાબલાભાઈ સંગોડની જીજે-૨૦ એ.ઈ-૭૯૩૩ નંબરની મોટર સાયકલને જાેસભેર ટક્કર મારી પોતાના કબજાની એસ.ટી.બસ સ્થળ પર મુકી નાસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલક મુકેશભાઈ બાબલભાઈ સંગોડના મોઢાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલા જ તેનું સથળ પર જ મોત નિપજ્યું હતું.આ સંબંધે મરણજનાર મુકેશભાઈ સંગોડના પિતા બાબલાભાઈ નાથીયાભાઈ સંગોડે નોંધાવેલી ફરિયાદને આધારે લીમડી પોલિસે એસ.ટી.બસ.ના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે ઝાલોદ તાલુકામાં ગમખ્વાર અકસ્માતનો બીજાે બનાવ ગરાડુ ગામે કજેલી ફળિયામાં રોડ ઉપર સાંજના ચારેક વાદ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં એક મોટર સાયકલ ચાલક તેના કબજાની જીજે-૨૦ એ.કે.-૧૬૦૮ નંબરની હોન્ડા સાઈન કંપનીની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સામેથી આવતી સાંપોઈ ગામના પેટપડા ફળિયાના વીરસીંગભાઈ ધીરાભાઈ ડામોરના છોકરા સતીષભાઈની જીજે-૨૦ એ.એસ-૯૭૨૮ નંબરની પલ્સર મોટર સાયકલને ટક્કર મારી નાસી જતાં સતીષભાઈ ડામોર મોટર સાયકલ સાથે રોડ પર પટકાતા તેને માથાના પાછળના ભાગે, પગમાં તેમજ કમ્મરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે ૧૦૮ મારફતે ઝાલોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યા મોત નિપજ્યું હતું.આ સંબંધે મરણજનાર સતીષભાઈ ડામોરના પિતા સાંપોઈ ગામના વીરસીંગભાઈ ધીરાભાઈ ડામોરે નોંધાવેલ ફરિયાદને આધારે ઝાલોદ પોલિસે હોન્ડાસાઈન મોટર સાયકલના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!