નડિયાદ પાસે ડેરીના પાછળના ભાગે બારી તોડી રૂપિયા ૧ લાખ ૫ હજાર ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ પાસે ડેરીના પાછળના ભાગે બારી તોડી રૂપિયા ૧ લાખ ૫ હજાર ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા નડિયાદના પીજ નજીક આવેલી ડેરીમાં રાત્રિ સમયે તસ્કરોએ ડેરીના પાછળના ભાગે પતરાની બારી તોડી રૂપિયા ૧ લાખ ૫ હજાર રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. નડિયાદમાં ગીતાંજલી ચોકડી પાસે યોગીદર્શન સોસાયટીમાં રહેતા સુરેશકુમાર ગોપાલદાસ પંડીતની વસો નજીક પીજ ગામની રામોલ ચોકડી ઉપર ગાયત્રી ડેરી આવેલ છે. આ ડેરીમાં ૩ મેની રાત્રિના સમયે તસ્કરોએ ડેરીના પાછળના ભાગે પતરાની બારી તોડી ડેરીની ઓફીસના ટેબલમાં મુકેલ રૂપિયા ૬૦ હજાર રોકડા તથા પંલંગ નીચે મુકેલ રૂપિયા ૩૦ હજાર રોકડા તેમજ કાઉન્ટરના ઉપરના ભાગે ધર્માદાના બે ડબ્બા મુકેલ તે ડબબામાં આશરે રૂપિયા ૧૫ હજાર રોકડા મળી કુલ્લે રૂપિયા ૧ લાખ ૫ હજારના રોકડની ચોરી કરી ભાગી ગયા હતા. બીજા દિવસે સવારે આ બાબતની જાણ સુરેશભાઈને થઈ હતી. તેઓ સવારે ડેરી આવ્યા ત્યારે ડેરીમાં માલ સામાન વેર વિખેર પડ્યો હતો. જેથી તેમને ચોરી થયાની શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી. વસો પોલીસે સુરેશભાઈની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.