દાહોદ જિલ્લાના જેસાવાડા ગામના અલખધામ રામદેવજી મંદિર ખાતે બુદ્ધ પૂર્ણિમા ની ઉજવણી.
સિંધુ ઉદય
દાહોદ જિલ્લાના જેસાવાડા ગામના અલખધામ રામદેવજી મંદિર ખાતે બુદ્ધ પૂર્ણિમા ની ઉજવણી નિમિત્તે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો .જેમાં વરદાય હનુમાન સુંદરકાંડ મંડળ તેમજ નઢેલાવ છરછોડા રામદેવ ભજન મંડળ ના ગાયક કલાકારોએ ભજનની રમઝટ જમાઈ હતી .આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી કિરણસિંહ ચાવડા, ચરણસિંહ કટારા, તેમજ વજેસિંહ સોલંકી એ સૌને આવકારી ભજન અને શરૂઆત કરી હતી. ભરતભાઈ સોની, વસંતભાઈ ચૌહાણ, તેમજ હસમુખભાઈ સોલંકી અને ત્રિલોક ચંદ્ર શેર જેવા કલાકારોએ ભજનો રજૂ કર્યા હતા મંદિરના પૂજારી કેશવ મહારાજ તથા ભગા મહારાજ એ જરૂરી વ્યવસ્થા કરી હતી સૌ આનંદ સાથે વિખરાયા હતા.પ્રકાશિત સાથે.