દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના રામા ગામે ત્રણ વર્ષના બાળકને કોઈ ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

સિંધુ ઉદય

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના રામા ગામે નિશાળ ફળિયામાં ઘરના આંગણામાં કરેલા ઈંટોલના ઢગલામાં રમી રહેતા પોણ ત્રણ વર્ષના માસુમ બાળકને કોઈ ઝેરી જનાવર કરડી જતાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.દેવગઢ બારીઆ તાલુકાના રામા ગામે નિશાળ ફળિયામાં રહેતા જયંતીભાઈ બારીયાના પુત્ર ૨ વર્ષ ૧૦ માસની ઉંમરનો વિવેકકુમાર બારીયા પરમ દિવસ તા. ૪-૫-૨૦૨૩ના રોજ સાંજના છ વાગ્યાના સુમારે પોતાના ઘરના આંગણામાં ઈંટોના ઢગલામાં રમતો હતો તે વખતે કોઈ ઝેરી જનાવર કરડી જવાથી તેને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.આ સંબંધે રામા ગામના નિશાળ ફળિયામાં રહેતા રાજુભાઈ રમેશભાઈ બારીયાએ પીપલોદ પોલિસને જાણ કરતાં પોલિસે આ મામલે સી.આર.પી.સી. ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: