માતા-પિતા તથા ભાઈ-ભાભીની ચઢામણીથી પતિ દ્વારા બીજી પત્ની લાવવા પ્રથમ પત્ની પર પરપુરૂષ સાથેના આડા સંબંધોનો શક.
સિંધુ ઉદય
માતા-પિતા તથા ભાઈ-ભાભીની ચઢામણીથી પતિ દ્વારા બીજી પત્ની લાવવા પ્રથમ પત્ની પર પરપુરૂષ સાથેના આડા સંબંધોનો શક વ્હેમ રાખી શારીરીક અને માનસીક ત્રાસ આપી પિતાના ઘરેથી પાંચ વલાખ રૂપિયા લાવવા દબાણ કરી ત્રાસ આપવામાં આવતા રોજરોજના ત્રાસથી વાજ આવેલ પંચમહલા જિલ્લાના હાલોલ ગામની પરણીત મહિલાએ પોતાના પતિ, સાસુ, સસરા, જેઠ જેઠાણી સહીત છ જણા વિરૂધ્ધ દાહોદ મહિલા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યાનું જાણવા મળ્યું છે.મંજુલાબેન વણઝારાના લગ્ન તા. ૨૯-૧-૨૦૧૨ના રોજ પંચમહાલ જિલ્લાના હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ સનસિટી શાકાર ખાતે રહેતા નરેન્દ્રભાઈ સરવણભાઈ વણઝારા સાથે સમાજના રીતરીવાજ મુજબ થયા હતા અને મંજુલાબેનને લગ્ન બાદ છ વર્ષ સુધી તેના પતિ નરેન્દ્રભાઈ વણઝારા, સસરા સરવણભાઈ શકરાભાઈ વણઝારા, સાસુ નિર્મળાબેન સરવણભાઈ વણઝારા, જેઠ શૈલેષભાઈ સરવણભાઈ, જેઠાણી આશાબેન સૈલેષભાઈ વણઝારા તથા સુરેલી ગામના જેસીંગભાઈ ઉદેસીંગભાઈ વણઝારાએ સારૂ રાખ્યું હતું અને ત્યારબાદ તે તમામનું પોત પ્રકાશ્યું હતું અને મંજુલાબેન પર તેના પતિ નેરેન્દ્રે પર પુરૂષો સાથેના આડા સંબંધનો શકવ્હેમ રાખી ત્રાસ આપવા લાગ્યો હતો તેમજ મંજુલાબેનના સાસુ, સસરા, જેઠ, જેઠાણી વગેરેની ચઢામણીથી પતિ નરેન્દ્રે ઝઘડો કરી મંજુલાબેનને મારકુટ કરતો હતો અને તુ તારા પિતાના ઘરેથી પાંચ લાખ રૂપિયા દહેજ લઈ આવ કહી દબાણ કરી જાે પાંચ લાખ રૂપિયા નહીં લાવે તો તારાભાઈને બદલી કરાવી દઈશ તેવી ધમકીઓ આપી શારીરીક અને માનસીક ત્રાસ આપતો હોઈ અને નરેન્દ્રને માતા પતિ તથા ભાઈ-ભાભીએ બીજા લગ્ન કરવા છોકરી બતાવી હતી જેથી નરેન્દ્ર બીજી પત્ની લાવવા માટે મંજુલાબેન પર છુટાછેડા માટે આવર નવાર દબાણ કરી ત્રાસ આપતો હોવાથી આવા રોજબરોજના ત્રાસથી વાજ આવી મંજુલાબેન વણઝારાએ દાહોદ મહિલા પોલિસ સ્ટેશમાં પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી સહીત છ જણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ઈપિકો કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૧૧૪ તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ-૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

