ગરબાડા નજીક મંદિર ફળિયા રોડ પર પુરપાટ દોડી આવતી તુફાન ગાડી પલટી ખાઈ જતા સર્જાયો અક્સ્માત.
વનરાજ ભુરીયા
ગરબાડાના જાંબુા ચોકડી નજીક મંદીર ફળિયા રોડ પર બપોરના સમયે સામેથી આવતી મોટરસાઈકલવાળાને જાેઈ પુરપાટ દોડી આવતી તુફાન ગાડીનાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં તુફાન ગાડી પલ્ટી ખાઈ જતાં ગાડીમાં સવાર ચાર જણાને ગંભીર ઇજાઓ થતા તે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગરબાડા સરકારી દવાખાને ખસેડાવમાં આવ્યાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગત અનુસાર મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાનાં રાણાપુર તાલુકાના સુતીયા જાલમ ગામના ગડુભાઈ શર્મા તા. ૨.૫.૨૦૨૩ ના રોજ બપોરના દોઢ વાગ્યાના સુમાર સુમારે પોતાનાં કબ્જાની એમ.પી. ૪૫ બીબી. ૧૬૭૯ નંબરની તુફાન ગાડીમાં પેસેન્જરો બેસાડી ગાડી પુરઝડપે તે દરમ્યાન જાંબુઆ ચોકડી નજીક મંદિર ફળિયા લઇ આવતો હેય તે દરમ્યાન જાંબુઆ ચોકડી નજીક મંદિર ફળિયા રોડ પર સામેથી આવતાં એક મોટરસાઈકલવાળાઓને જાેઈ તેને બચાવવા પોતાની ગાડી રોડની બાજુમાં લેતા ગાડીના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પેસેન્જર ભરેલ તુફાન ગાડી પલ્ટી ખાઈ જતાં ગાડીમાં સવાર મ.પ્ર.ના સુતીયા જાલમ ગામના પ્રકાશભાઈ શર્માભાઈ પરમારને શરીરે ઓછી વત્તી ઇજાઓ થવા પામી હતી. માંગીલાલને કમ્મરે તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. શર્માભાઈને પણ ઇજાઓ થઇ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગરબાડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અને ગરબાડા પોલિસે આ સંદર્ભે તુફાન ગાડીના ચાલક ગુડુભાઈ શર્માભાઇ પરમારને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

