ફતેપુરા તાલુકાની સગીરાનું સંતરામપુર તાલુકાના મોલારા ગામના યુવાન દ્વારા અપહરણ
સાગર પ્રજાપતિ/યાસીન મોઢીયા,સુખસર
પેટાલ મોલારા ગામનો યુવાન ૧૫ વર્ષ ૧૦ માસની સગીરાનું અપહરણ કરી જામનગર તાલુકામા મજુરી કામે ભાગી છૂટયો હતો.
સુખસર,તા.૨
ફતેપુરા તાલુકામાં અવાર-નવાર સગીર વયની કિશોરીઓ નું અપ- હરણ કરવામાં આવતું હોવાના કિસ્સા પ્રકાશમાં આવે છે.જેમાં વધુ એક કિસ્સો ફતેપુરા તાલુકાના એક ગામની ૧૫ વર્ષ ૧૦ માસની સગીરાનુ સંતરામપુર તાલુકાના મોલારા ગામના યુવાન દ્વારા કરવામાં આવ્યું હોવા બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં અપહરણકર્તા ઈસમ સામે કાયદેસરની એફ.આઇ.આર દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના એક ગામમાં ૧૫ વર્ષ ૧૦ માસની કિશોરીના માતા-પિતા શારીરિક વિકલાંગતા ધરાવે છે જ્યારે ખાસ કરીને આશંકાનો તેમના કાકા કુટુંબના સહારે મોટા થઈ રહ્યા છે જેનો ગેરલાભ ઉઠાવી ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ સંતરામપુર તાલુકાના મોલારા ગામનો ઈસમના નામે રઘાભાઈ ઉદેશીંગ ભાઈ રજાત સગીરાને લલચાવી-ફોસલાવી તેના ઘરમાં પત્ની તરીકે રાખવાના ઇરાદાથી અપહરણ કરી જતા સુખસર પોલીસ સ્ટેશનમાં રાઘા ભાઈ ઉદેશીંગ ભાઈ રજાત ની સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
#Dahod #Sindhuuday