મહેમદાવાદના ખાત્રજ ગામ પાસે ખાડામાં એક્ટિવા પટકાતા ચાલકનુ મોત.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

મહેમદાવાદના ખાત્રજ ગામ પાસે ખાડામાં એક્ટિવા પટકાતા ચાલકનુ મોત મહેમદાવાદ કામ અર્થે આવેલા નડિયાદ રહેતા દંપતિને અકસ્માત નડ્યો છે. ખાત્રજ ગામે ખાડામાં  એક્ટિવા પટકાતા પતિનું મોત નિપજ્યું છે. મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ શહેરના શારદા મંદીર રોડ પર રહેતા અંબાલાલ રણછોડભાઇ ભોઈ એક્ટિવા લઈને ગઇકાલે પોતાની પત્ની સાથે મહેમદાવાદ શહેરમાં સરકારી કામકાજ અર્થે ગયા હતા. સરકારી કામ પુરુ કરી જમવા માટે અંબાલાલભાઈ હનુમાનજી મંદીરથી અમદાવાદ હાઇવે પર હોટલમાં જવા માટે જતાં હતાં  ત્યારે હનુમાનજી મંદિરથી ખાત્રજ ગામ વાળા રોડ ઉપર મોટો ખાડા આવતા અંબાલાલનુ એક્ટિવા ખાડામાં પટકાયું હતું. જેથી બેલેન્સ ગુમાવતા તેઓ અને તેમની પત્ની બંને  રોડ પર પટકાયા હતા. અંબાલાલ ને  શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના લોકો આવી ગયા હતાં અને તરતજ સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા  હતા. જોકે સારવાર મળે તે પહેલા જ અંબાલાભાઈનુ કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મરણજનારના પુત્ર નિરવભાઈએ મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!