નડિયાદમા બ્રાન્ડેડ કંપની નામે ડુપ્લીકેટ કાપડનું વેચાણ કરતા દુકાન માલિક સામે કાર્યવાહી.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

નડિયાદમા બ્રાન્ડેડ કંપની નામે ડુપ્લીકેટ કાપડનું વેચાણ કરતા દુકાન માલિક સામે કાર્યવાહી નડિયાદમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ટી-શર્ટ, ટ્રેક અને ટોપીઓનુ વેચાણ કરતો દુકાન માલિક સામે કાર્યવાહી કરાઈ છે. ગ્રાહકોને બ્રાન્ડેડ કંપની નામે ડુપ્લીકેટ માલસામાન પધારવતો હતો. અંદાજીત ૯૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ સ્થળ પરથી કબ્જે કરી દુકાન માલિક સામે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. પુમા કંપનીના કોપીરાઈટના હક્કોની જાળવણી માટે ઓથોરાઈઝડ કંપનીના ઈન્વેસ્ટીગેશન ઓફિસર હેમંત જીતેન્દ્રકુમાર બરડીયા રહે.અજમેર, રાજસ્થાન ને  બાતમી મળી હતી કે ખેડા જિલ્લાના નડિયાદ શહેરના પ્લેટીનમ પ્લાઝામાં આવેલ એક રેડીમેડની દુકાનમાં પુમા કંપનીના ડુપ્લિકેટ કપડાંનું વેચાણ થાય છે. જે આધારે હેમંત બરીડાયા અને તેમની ટીમે મંગળવારના રોજ મોડી સાંજના સમયે નડિયાદ ટાઉન પોલીસની ટીમને સાથે રાખી પ્લેટીનમ પ્લાઝામાં આવેલ સત્યમ એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.  દુકાનમાંથી પુમા કંપનીની ડુપ્લિકેટ ટ્રેક, ટી-શર્ટ અને ટોપીઓ મળી આવી હતી. પોલીસે દુકાનમાંથી કુલ ૧૨૧ નંગ ટી-શર્ટ,  ૧૬૩ નંગ ટ્રેક અને ૧૭૮ નંગ ટોપીઓ મળી કુલ રૂપિયા ૯૦ હજાર ૯૦૦ નો ડુપ્લિકેટ સામાન જપ્ત કરી દુકાનમાલિક નરેશકુમાર રામાભાઈ ચૌહાણ રહે.શ્યામ રો-હાઉસીંગ, નડિયાદ આ મામલે હેમંત બરડીયાની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે સત્યમ એન્ટરપ્રાઈઝ દુકાનના માલિક નરેશ ચૌહાણ સામે કોપીરાઈટ એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!