ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના બારીયા ફળિયામાં રાત્રીના સમયે મકાનમાં અકસ્માતે આગ લાગી જતાં સંપૂર્ણ મકાન બળીને રાખ.
સિંધુ ઉદય
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના બારીયા ફળિયામાં રાત્રીના સમયે એક રહેણાંક મકાનમાં અકસ્માતે કોઈ કારણસર આગ લાગી જતાં આગમાં સોના-ચાંદીના દાગીના, રોકડ તેમજ અનાજ ઘરવખરી સામાન વગેરે સાથે સંપૂર્ણ મકાન બળીને રાખ થઈ જતાં આગમાં અંદાજે રૂપિયા બે લાખથી પણ વધુનુ નુકશાન થયાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું કારણ હજી અકબંધ રહેવા પામ્યું છે.ગત તા. ૮-૫-૨૦૨૩ના રોજ રાતે સાડા આઠથી નવ વાગ્યાના સમયગાળામાં ઘુઘસ ગામના બારીયા ફળિયાના ૫૦ વર્ષીય ગવીબેન દીપકભાઈ અમલાભાઈ બારીયા તેમના જેઠના ઘરે ગયા હતા. તે દરમ્યાન તેમના પોતાના લાકડાથી બનાવલ રહેણાંક મકાનમાં અકસ્માતે આગ લાગતાં આગ જાેતજાેતામાં ભીષણ બની જતાં આગમાં ઘરમા મૂકેલ રૂપિયા ૩૬૦૦૦ની કિંમતની ૫૦૦ ગ્રામ વજનની ચાંદીની સાંકળી, રૂપિયા ૧૫૦૦૦ની કિંમતના આશરે ૨૦૦ ગ્રામ વજનના ચાંદીના તોડા, રૂપિયા ૫૦૦૦ની કિંમતની કાનમાં પહેરવાની જુની સોનાની બે કડીઓ તથા તેમના દીકરાના લગ્ન હોય કન્યા પક્ષને લગ્નનો ખર્ચ આપવા માટે રાજસ્થાનના છાલકાતળાઈ ગામે રહેતા તેના બનેવી ચીમનભાઈ રીટાભાઈ નિનામા પાસેથી હાથ ઉછીના લાવી ઘરની અંદર અનાજ ભરવાના પીપમાં મૂકેલ રૂપિયા ૧,૫૦,૦૦૦ની રોકડ વગેરે મળી રૂા. ૨,૦૬,૦૦૦નો મત્તા સાથે ઘર સંપૂર્ણ બળી રાખ થઈ જવા પામ્યો હતો.આ સંબંધે ઘરધણી ગવીબેન દીપકભાઈ બારીયાએ ફતેપુરા પોલિસને જાણ કરતાં ફતેપુરા પોલિસે આ મામલે આગ અંગેની જાણવાજાેગ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

