પાંચ મિત્રો પિકનિક મનાવવા સાથે નાહવા માટે ગયા હતા, જેમાં બે યુવકો ડૂબી જતા મોત નીપજયા.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
પાંચ મિત્રો પિકનિક મનાવવા સાથે નાહવા માટે ગયા હતા, જેમાં બે યુવકો ડૂબી જતા મોત નીપજયા મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામના પાંચ મિત્રો વડોદરા નજીક મહી નદી પર આવેલ સિંધરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા સાથે નાહવા માટે ગયા હતા. જેમાં એક સગીર અને એક યુવક ડૂબી જતા બન્નેના મોત નીપજયા હતા. મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામના પાંચ મિત્રો સાગર હસમુખભાઇ રોહિત ઉં ૧૯ સોહન પ્રવિણભાઇ રોહિત ઉં ૧૭વિશાલ ગિરીશભાઈ પરમાર અક્ષત અશોકભાઇ રોહિત અને કેતન વડોદરા નજીકના સિંધરોટ પાંચેય મિત્રો ચેકડેમમાં નાહવા ગયા હતા. જેમાં સાગર અને સોહન ચેકડેમની પાછળના ભાગના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ સ્થાનિક તરવૈયાઓએ ને થતા તરવૈયાઓએ બંનેના મૃતદેહ બહાર કાઢી હતાં. વડોદરાની સયાજી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપ્યા હતા.