ઔધોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે આગામી તા. ૪ માર્ચે ભરતીમેળો યોજાશે
દાહોદ તા.૦૩
ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે હોંડા મોટર એન્ડ સ્કૂટર, વિઠલાપુર, માંડલ, અમદાવાદ માટે તા. ૦૪/૦૩/૨૦૨૦ ના રોજ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ફીટર, ટર્નર, મશીનીસ્ટ, મોટર મિકેનિક, ડી.મિકે., વેલ્ડર, ટુ વ્હીલર ઓટો,નો કૉર્સ કર્યો હોય તેવા ફ્કત પુરૂષ ઉમેદવારો ભાગ લઇ શકશે. ઉમેદવારનો વજન પ૦ કિ.ગ્રા. હોવો જોઇએ. વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૯ દરમિયાન પાસ થયેલા ઇચ્છુક ઉમેદવારોએ તેઓના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો – અસલ તેમજ પ્રમાણિત નકલ સાથે, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે તા. ૦૪/૦૩/૨૦૨૦ ના રોજ સવારના ૧૦.૦૦ કલાકેથી ઉપસ્થિત રહેવું. ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં ઉપરોક્ત માહિતી આપી છે.
#dahod #sindhuuday
