ફૂડ એન્ડ ડ્રગ્સ  કચેરી દ્વારા સબસ્ટાન્ડર્ડ તથા અનસેફ ફૂડ સામે કાર્યવાહી કરવામાં આવશે.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

ફૂડ એન્ડ ડ્રગ્સ  કચેરી દ્વારા સબસ્ટાન્ડર્ડ તથા અનસેફ ફૂડ સામે કાર્યવાહી કરવામાં આવશે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા જણાવવામાં આવે છે કે ગત તારીખ ૧૦ એપ્રિલ ૨૦૨૩ રોજ નડિયાદમાં આવેલી દેવ સ્પાઈસીસ મીલ રોડ, નડિયાદ માંથી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયે લીધેલ નમુનાઓ (૧)હળદર પાવડર અને (૨) પ્રીમીક્ષ ટરમેરીક મસાલા ધારાધોરણ મુજબના ન હોવાનુ માલુમ પડેલ છે. જે નમુનાઓ સબસ્ટાન્ડર્ડ ફુડ જાહેર થયેલ છે. તથા એલ્ડટરન્ટ તરીકે લીધેલ ઓલીઓરેસીન તથા સ્ટાર્ચ પાવડર તથા બ્રોકન રાઈસ (ચોખા કણકી)ની હાજરી ઉપરોક્ત ખાધ્યચીજ માં જણાઈ આવેલ છે. આ બાબતે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તારીખ ૧૧ એપ્રિલ ૨૦૨૩ રોજ નડિયાદ ગ્રામ્ય માં આવેલી શ્રી સદગુરૂ સેલ્સ કોર્પોરેશન, મુ.પો. કમળા તા.નડિયાદ માંથી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાંડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયે લીધેલ નમુનાઓ (૧) તીખા મરચા પાવડર; (૨) કાશમીરી મરચા પાવડર; (૩) આચાર મસાલા; (૪) હળદર પાવડર અને (૫) ધાણા પાવડર ધારાધોરણ મુજબના ન હોવાનુ માલુમ પડેલ છે. જે નમુનાઓ અનસેફ ફુડ જાહેર થયેલ છે. તથા એલ્ડટરન્ટ તરીકે લીધેલ રાઈસ હસ્ક ની હાજરી ખાધ્યચીજ તીખા મરચા પાવડર, કાશમીરી મરચા પાવડર તથા ધાણા પાવડરમાં જણાઈ આવેલ છે, આ બાબતે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: