નડિયાદની આગડિયા પેઢીમાં થયેલ લુંટનો આરોપી પોલીસે ઝડપી પાડયો.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

નડિયાદની આગડિયા પેઢીમાં થયેલ લુંટનો આરોપી પોલીસે ઝડપી પાડયો નડીયાદ ભાવસારવાડ, સ્વામીનારાયણ મંદીર બાજુ ચોક્સી બજારમા આવેલ વિજયકુમાર વિક્રમભાઇ આંગડિયાપેઢીમા એક એક્ટીવા ઉપર આવેલ ૩૦ થી ૩૫ વર્ષના ઇસમે આંગડિયા ની ઓફીસમા જઇ પોતાના રૂ.૧૦ લાખ મુંબઇ મલાડથી આવતા હોવાનુ જણાવી આંગડિયાની ઓફીસમા મુકેલ હથોડી લઇ ફરીયાદીને માથામા મારી તથા ગળદાપાટુનો માર મારી ઇજા કરી  પોતાની પાસેનુ ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પાસેના રોકડા રૂ.૧૩ લાખ તથા આંગડિયાની ઓફીસમાલાગેલ સીસીટીવી કેમેરાનુ ડી.વી.આર તથા  બે મોબાઇલ મળી કુલ કિ. રૂ.૧૩ લાખ ૫ હજાર ૫૦૦ ની મતાની લુંટ કરી પોતાનુ એક્ટીવા લઇ નાશી જઇ ગુનો કરેલ બાબતે નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે  ગુનો નોંધી થયેલ છે. પોલીસે તાત્કાલીક એલ.સી.બી.એસ.ઓ.જી.- પેરોલ ફર્લો- તેમજ નડીયાદ ટાઉનની ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા સી.સી.ટીવીકેમેરા તેમજ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી તથા જીલ્લામાં આવતા જતા તમામ રસ્તાઓઉપર નાકાબંધી કરી વાહનચેકીંગ કરી ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સુચના કરેલ. જે સુચનાનીઅમલવારીના ભાગરૂપે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટર  એચ.વી.સીસારા નાઓની સાથે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો મહુધા ટી. પોઇન્ટ ઉપર નાકાબંધી વાહન ચેકિંગ હાથ ધરેલ. આ દરમ્યાન ટેકનિકલસોર્સ અને હ્યુમન ૧ ઇન્ટેલીજન્સ આધારે માહીતી મળેલ કે ઉપરોક્ત લુંટ કરી પોતાની એક્ટીવા લઇ ભાગી જનારઇસમ અલીણા તરફથી મહુધા તરફ આવનાર છે. જે માહીતી આધારે ઉંદરા ભાગોળ રેલ્વે ફાટક પાસેથી બાતમીહકીકતવાળા ઇસમ નામે મોહંમદકેફ ફઝલમોહંમદ સીંન્ધી રહે. મહેમદાવાદ, જીનતપાર્ક સોસાયટી, મકાન નં.૬૨, સેવાદળ રોડ તા.મહેમદાવાદ જી. ને એક્ટીવા નં. જી.જે.૦૭ ઇઇ. ૬૯૨૬ ની સાથે ઝડપી પાડી ઇસમની તપાસ  કરતા તેની પાસેની ગુલાબી કલરની સ્કુલ બેગમાથી રૂ. ૧૨ લાખ ૨૪ હજાર નીજુદાજુદા દરની ચલણી નોટો, મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૧૦ હજાર એક્ટીવા કિ.રૂ. ૫૦ હજાર તથા ડી.વી.આર. કિ.રૂ. ૩ હજાર મળી કુલ રૂ. ૧૨ લાખ ૮૭ હજાર નો મુદ્દામાલ શંકાસ્પદ જણાતા  ઇસમને  અટક કરી  છે. ઇસમની પાસેથી મળી આવેલ ઉપરોક્ત મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા પોતે ભાગી પડેલ અને પોતે ગઇકાલ રોજ નડીયાદ ભાવસારવાડ ચોકસી બજાર ખાતે આવેલ વિજયકુમાર વિક્રમભાઇની આંગડીયા પેઢીમાં જઇ મારા પૈસાનુ આગડીયુ આવવાનુ છે તેમ કહી પેઢી ઉપરબેસેલ માણસ સાથે ઝપાઝપી કરી ચપ્પુ બતાવી ધમકી આપી નજીકમા પડેલ હથોડીથી માથાના ભાગે ઇજાકરી રોકડા રૂપીયાની લુટ કરી નાસી ગયેલ હોવાનો એકરાર કરેલ. ઉપરોક્ત લુંટના ગુનાને શોધી કાઢવામાં પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ  દ્વારા અલગઅલગ ૭ ટીમો બનાવી સમગ્ર જીલ્લા ખાતે નાકાબંધી કરાવી શંકાસ્પદ ૧૨૦ થી વધુ ટુ વ્હિલર ચેક કરવામાં આવેલ. નડીયાદ ટાઉન તથા આજુબાજુના વિસ્તારના મળી કુલ ૭૦ જેટલા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવામાંઆવેલ. ઇગુજકોપ પોકેટકોપ મોબાઇલ દ્વારા સદર ગુનાના કામે વપરાયેલ એક્ટીવાના નામ સરનામાની માહીતી મેળવવામાં આવેલ તેમજ  બાતમીદારો દ્વારા આરોપીના મોબાઇલ નંબર મેળવી ટેકનીકલ સર્વેલન્સનો ઉપયોગ કરી લુંટનો ગુનો શોધી કાઢવામાં એલ.સી.બી.પોલીસને સફળતા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: