અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માતમાં એક મોત નિપજ્યું.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માતમાં એક  મોત નિપજ્યું અમદાવાદ-વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. હાઇવે પર સાઈડમાં  ટ્રક પાછળ આઈસર ટેમ્પો અથડાયો છે. આ બનાવ મામલે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.ખેડા જિલ્લાના મહેમદાવાદના માકવા ગામ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ગઇકાલે સવારના  એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં રોડની સાઈડમાં યાંત્રિક ખામીથી બંધ પડેલ ટ્રક ના પાછળ આઈસર ટેમ્પા ના ચાલકે  બંધ ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. જેથી  ટ્રકની આગળ ઉતરી ચેક કરતાં ટ્રકના ચાલકને બંધ ટ્રકનો ધક્કો વાગતા આ પાપારામ પુનારામ બીસનોઈ (ઉ.વ.49, રહે.જોધપુર, રાજસ્થાન) રોડ ઉપર પટકાયાં હતાં. જેથી તેઓને શરીરે ગંભીર  ઈજાઓ પહોંચી હતી.ઘવાયેલા વ્યક્તિને  સારવાર અર્થે હાઈવેની એમ્બ્યુલન્સ મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ સંદર્ભે સોરાજ ગોલારામ બીસનોઈએ ઉપરોક્ત આઇસર ટેમ્પા ચાલક સામે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: