ખેડા હાઇવે પર આવેલ વેલ્ડિગની દુકાનમાં તસ્કરોએ ૭૩ હજારની ચોરી કરી ફરાર થઇ ગયા.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
ખેડા હાઇવે પર આવેલ વેલ્ડિગની દુકાનમાં તસ્કરોએ ૭૩ હજારની ચોરી કરી ફરાર થઇ ગયા ખેડા પાસે હાઈવે પર આવેલી વેલ્ડીગની દુકાનમાં રાત્રે બંધ દુકાનની પાછળની દિવાલમાં બાકોરુ પાડી તસ્કરોએ વેલ્ડીગ મશીનરીના સાધનો સહિત કુલ રૂપિયા ૭૩ હજાર ૫૦૦ના મુદ્દામાલ ચોરી કરી ફરાર થયા છે. આ બનાવ મામલે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મુળ ઉત્તરપ્રદેશના વર્ષોથી ખેડામાં સ્થાઈ થયેલા અબ્દુલસઈદ બદ્દુદીન શેખ ખેડાના હરીયાળા ગામના હઈવે પર વેલ્ડીગની દુકાન ચલાવે છે. સવારે ખોલતાં દુકાનમાં ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. તસ્કરો આ દુકાનના પાછળની બાજુની દિવાલમાં બાકોરુ પાડીને વેલ્ડીગ મશીનના ઉપયોગમાં આવતા સાધનો કુલ રૂપિયા રૂપિયા ૭૩ હજાર ૫૦૦ના મુદ્દામાલ ચોરી કરી ફરાર થયા છે. આ બનાવ સંદર્ભે દુકાનના માલિક અબ્દુલસઈદ બદ્દુદીન શેખે ખેડા ટાઉન પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.