ગરબાડા તાલુકાના ભે ગામમાં ઘાસ ભરેલા ટેમ્પામાં આગ લાગી,ટેમ્પો તેમજ ભરેલ ઘાસ બળીને ખાખ;ચાલકનો આબાદ બચાવ.
વનરાજ ભુરીયા ગરબાડા
ગરબાડા તાલુકાના ભે ગામમાં ઘાસ ભરેલા ટેમ્પામાં આગ લાગી,ટેમ્પો તેમજ ભરેલ ઘાસ બળીને ખાખ;ચાલકનો આબાદ બચાવ.ગરબાડા તાલુકાના ભે ગામના સંગાડા ફળિયામાં ઘાસ ભરેલા આઇસર ટેમ્પામાં આગ લાગવાની ઘટના સામે આવી છે.ઘાસ ભરેલા ટેમ્પામાં એકાએક આગ લાગતાં ટેમ્પામાં ભરેલ ઘાસની ગાસડીઓ સહિત ટેમ્પો બળીને ખાખ થઇ ગયો હતો શોર્ટ સર્કિટના કારણે ટેમ્પામાં રહેલ ઘાસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ગરબાડા પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.અને ફાયર વિભાગને પણ જાણ કરાતા ફાયર બ્રિગેડ ના કર્મીઓ દ્વારા ભડકે બળતાં ટેમ્પા ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો ઘાસ ભરેલા ટેમ્પામાં આગ લાગવાની ઘટના વાયુવેગે ગામમાં પ્રસરતા ઘટના સ્થળે લોક ટોળા એકઠા થઇ ગયા હતા.