અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં ઈકો કાર ચાલકનું  સ્થળ પર મોત નિપજ્યું.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં ઈકો કાર ચાલકનું  સ્થળ પર મોત નિપજ્યું નડિયાદ  અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર  સ્વિફ્ટ કારે આગળ જતી ઈકો કારને ટક્કર મારી હતી. કારમાં સવાર સુરતના વ્યક્તિઓ કચ્છ થી દર્શન કરી પરત આવતી વખતે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો કાર ચાલકનું  સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે  કારમાં સવાર ૪ લોકો ઘવાયા હતા. આ બનાવ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના કતારગામે રહેતા ૨૩ વર્ષિય ભરતભાઇ જગાભાઈ મારૂ ગઇકાલે તેઓ તથા સંજયભાઈ જેરામભાઈ કાકડિયા, રમેશભાઈ પ્રાગજીભાઈ બારૈયા, ગોપાલભાઈ ઉર્ફે સંદીપભાઈ દેવજીભાઈ કાકડિયા અને ગોરધાનજીભાઈ ધનજીભાઈ ઇટાલિયા સાથે કચ્છ જિલ્લાના કબરાવ ગામેથી દર્શન કરવા આવેલા દર્શન કરીયા બાદ  તમામ લોકો સુરત જવા માટે નીકળ્યા હતા.ત્યારે ઇકો ગાડી પર ડ્રાઇવિંગ સંજયભાઈ જેરામભાઈ કાકડિયા કરી રહ્યા હતા. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી ઇકો પસાર થતી હતી.તે સમયે નડિયાદ પાસેના બ્રીજ નીચે પાછળથી પુરપાટ આવતી સ્વિફ્ટ કાર એ ટક્કર મારી હતી. જેના કારણે  ઈકો કાર રોડ પરજ ત્રણ-ચાર ગુલાટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ઈકો કારના ચાલક સંજયભાઈ જેરામભાઈ કાકડિયાનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર ૪ લોકોને ઈજા પહોંચી હતી. ઘાયલ ભરતભાઇ જગાભાઈ મારૂએ ઉપરોક્ત સ્વિફ્ટ કાર સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: