સરગવાની ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા મળી રહી છે.

સિંધુ ઉદય

સરગવાની ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા મળી રહી છે સહાય સરગવાની ખેતીમાં સહાય” યોજનાનો લાભ લેવા દાહોદનાં ખેડૂતોએ આગામી ૩૧ મે સુધીમાં આઇખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે બાગાયત વિભાગ, ગુજરાત રાજય દ્વારા સરગવાની ખેતીને પ્રોત્સાહન આપવા માટે “સરગવાની ખેતીમાં સહાય યોજના કાર્યરત છે. આ યોજનાના મુજબ પ્લાંન્ટીગ મટીરીયલ ખરીદીમાં રૂ.૮૦૦૦/- યુનીટ કોસ્ટ સામે સામાન્ય જાતિના ખેડુતને રૂ.૪૦૦૦/ હેકટર અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને રૂ. ૬૦૦૦ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. સરગવાની ખેતી ખર્ચ માટે સહાય ઘટક મુજબ રૂ.૧૭૦૦૦ યુનીટ કોસ્ટ સામે સામાન્ય જાતિના ખેડુતને રૂ.૮૫૦૦ હેકટર અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિ જનજાતિના ખેડૂતને રૂ.૧૨૭૫૦ હેકટરની મર્યાદામાં સહાય આપવામા આવશે. બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે

I-KHEDUT પોર્ટલ તા.૩૧.૫.૨૦૨૩ સુધી સરકારશ્રી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓન લાઈન કરેલ અરજીની પ્રિંટ નકલ જરૂરી સાધનીક કાગળો જેવા કે ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જીલ્લા સેવા સદન, રૂમ નંબર: ૨૩૩ થી ૨૩૫, બીજો માળ, દાહોદ – ફોન નં – ૦૨૬૭૩-૨૩૯૨૫૧ કચેરી ખાતે જમા કરાવવાની રહેશે. સરકારની આ યોજનાનો અવશ્ય લાભ લેવા નાયબ બાગાયત નિયામકશ્રીએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: