શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ, દાહોદ દ્વારા નવનિર્મિત શ્રી સંતકૃપા ભવનનું તા.૭મીએ ઉદ્ઘાટન
અજય બારીયા,દાહોદ
દાહોદ, તા.૩
શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ, દાહોદ દ્વારા નવનિર્મિત શ્રી સંતકૃપા ભવનનું તા.૭મી માર્ચે દાહોદ શહેરના દુધિમતી નદીના કિનારે, મોટાપુલ પાસે પડાવ ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ, દાહોદ શ્રીરામ ભક્ત રામરોટી મંડળ, દાહોદ દ્વારા શ્રી મનકામેશ્વર મહાદેવજ મંદિરની પાછળ, દુધિમતી નદીના કિનારે, મોટાપુલ પાસે, પડાવ, દાહોદ ખાતે આગામી તા.૭મી માર્ચના રોજ સવારે ૧૧.૧પ કલાકે આધુનિક સુવિધાથી સજ્જ, સુંદર અને નવનીર્માણ પામેલ શ્રી સંતકૃપા ભવનનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. આ ભવનનું ઉદ્ઘાટન પ.પૂ.ગો.યુવા વૈષ્ણવાચાર્ય શ્રી ૧૦૮શ્રી વ્રજરાજજી મહોદયના હાથે ધરવામાં આવશે અને મુખ્ય મહેમાન તરીકે શ્રી ૧૦૮ શ્રી રામસ્નેહીદાસજી મહારાજ, લીમખેડા પધારનાર છે.
#dahod #sindhuuday