નડિયાદમાં સોના ચાંદીના વેપારીએ ૬ મહિના પહેલા નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં એકની ધરપકડ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદમાં સોના ચાંદીના વેપારીએ ૬ મહિના પહેલા નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં એકની ધરપકડ, નડિયાદના બંટી બબલીએ શહેરના સોના ચાંદીના વેપારી પાસે રોકાણ કરવાના બહાને રૂપિયા ૫૦ લાખ પડાવી લીધા હતા. નાણાંનુ રોકાણ કરવાથી સારુ રીર્ટન મળશે તેમ કહી ગઠીયાઓએ છેતરપિંડી આચરી હતી. વેપારીએ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમા ડીસેમ્બર ૨૦૨૨મા આ બંટી-બબલી સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આજે આ આરોપી પૈકી એકની ધરપકડ કરી છે. નડિયાદ શહેરના ભાવસારવાડ ચોક્સી બજારમાં રહેતા નરહરીપ્રસાદ સોની પોતે સોની શંકરલાલ વિઠ્ઠલદાસ મણકાવાળા જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. નડિયાદમાં રહેતા અને તેમના સમાજના નીતિનભાઈ છોટાલાલ નાઢા અને તેમની પત્ની સ્મિતાબેન નાઢા બન્ને રહે.સી/૮, યોગીનગર સોસાયટી, નડિયાદ પહેલી ઓગસ્ટ ૨૦૨૧ના દિવસે આ નીતિનભાઈ અને તેમની પત્ની નીતાબેન બંને લોકો મહર્ષિભાઈના ઘરે આવ્યા હતા. જ્યાં મહર્ષિભાઈના પિતા નરહરીપ્રસાદ નટવરલાલ સોનીને જણાવ્યું હતું કે, અમો દુબઈમાં મોટો વેપાર કરીએ છીએ. દુબઈના મોટા ગોલ્ડનના મોટા વ્યાપારીઓ અને ત્યાંના રાજાની સાથે ઉઠક બેઠક છે. બંને લોકોએ પોતાના ફોટા ત્યાંના રાજા સાથેના નરહરીપ્રસાદને બતાવ્યા અને જાસામાં લાવી દીધા હતા. બંટી,બબલીએ જણાવ્યું હતું કે, જો તમે રોકાણ કરશો તો અમે તમને ખૂબ સારું રિટર્ન મેળવી આપીશું, અને તેની સંપૂર્ણ જવાબદારી અમે ખુદ લઈએ છીએ તમે અમને હાથ ઉંછીના પૈસા કરી આપો. હું તમને નાણાં ગોલ્ડનના ધંધામાં રોકી સારું રિટર્ન મેળવી આપીશ. આથી નરહરીપ્રસાદ સોની તેમની વાતોમાં આવી ગયા હતા અને ૧૫ લાખ રૂપિયા આરટીજીએસ મારફતે નીતિનભાઈના એકાઉન્ટમાં નાખ્યા હતા. આનું લખાણ પણ નોટરી સમક્ષ નીતિનભાઈએ કરી આપ્યું હતું અને નીતિનભાઈ કહ્યું કે હું દર અઠવાડિયે ઇન્વેસ્ટમેન્ટ થકી તમને રૂપિયા ત્રણ લાખ તમારા ખાતામાં જમા કરાવતો રહીશ. જો કદાચ ઇન્કમટેક્સ નો પ્રશ્ન થાય તે માટે આપણે હાથ ઉછીના નાણાં બતાવીશું તેમ જણાવ્યું હતું. ગત ૨૬મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ આ બંટી બબલી બંને નરહરીપ્રસાદના ઘરે આવ્યા હતા. અને જણાવ્યું હતું કે, દુબઈ એક્સ્પો ૨૦૨૧ ચાલુ થઈ રહ્યો છે અને મારા ૭ ,૮ વેપારીઓ ત્યાં બિઝનેસ કરવાના છે. તમે આપેલા નાણાં તેમાં ઇન્વેસ્ટ કરેલ છે. તમે મને બીજા નાણા આપો તો છ મહિનાની અંદર તમારી મૂડીના ચાર ગણા રૂપિયા તમને હું કમાવીને આપીશ તેમ કહ્યું હતું. બંને લોકોએ એમ કહી વિશ્વાસ કેળવ્યો હતો કે, તમે દુબઈ આવો તો તમને મારી ઓફિસ તથા દુકાન અને વેપારીઓ સાથે મુલાકાત કરાવીશ. આમ જણાવતાં નરહરીપ્રસાદે બીજા દિવસે નીતિનભાઈના ખાતામા આરટીજીએસ મારફતે વધુ રૂપિયા ૧૦ લાખ જમા કરાવ્યા હતા. સ્મિતાબેનના ખાતામાં પણ આરટીજીએસ મારફતે રૂપિયા ૧૦ લાખ જમા કરાવ્યા હતા. આ ઉપરાંત ૧૫ લાખ જેટલા રોકડ રૂપિયા પણ આ બંને લોકોએ લીધા હતા. જે બાબતનું લખાણ બીજા દિવસે કરીશું તેમ કહ્યું હતું. પરંતુ બીજા દિવસે પણ આ બાબતે નરહરીપ્રસાદે જણાવતા તેઓ ટાળતા હતા.આમ જુદાજુદા દિવસો દરમિયાન કુલ ૫૦ લાખ મેળવી દીધા હતા. ત્યારબાદ નીતિનભાઈએ જણાવ્યું કે તમે પણ દુબઈ આવો હું તમને ત્યાંના ગોલ્ડન વેપાર બતાવું તેમ કહેતા નરહરીપ્રસાદના દિકરા મહર્ષિએ દુબઈ જવાનું નક્કી કર્યું હતું. ગત ૩ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ તેઓ દુબઈ ગયા હતા ત્યાંના ગોલ્ડન માર્કેટમાં બે ત્રણ ગુજરાતી વ્યાપારીઓ સાથે મુલાકાત કરાવી હતી અને તમારા નાણા અલગ અલગ વેપારીઓ પાસે રૂપિયા ૫૦ લાખ ઇન્વેસ્ટ કરી દીધા છે તેમ જણાવ્યું હતું પરંતુ આ બાબતે વધુ પૂછતા નીતિનભાઈ બીજી કોઈ હકીકત જણાવી નહોતી. અને જણાવ્યું કે તમે નફા સાથે મતલબ રાખો તેમ કહ્યું હતું.થોડા દિવસ બાદ મહર્ષિભાઈ ઇન્ડિયા પરત આવી ગયા હતા. ત્યારબાદ એક માસ થવા છતાં પણ એકાઉન્ટમાં આંગડિયા મારફતે તેઓના ખાતામાં કોઈ પૈસા આવેલા નહોતા. મહર્ષિ અને તેઓના પિતા નરહરીપ્રસાદે નીતિનભાઈને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ સંતોષકારક જવાબ આપતા નહતા. ત્યારબાદ ઘરે જઈ તપાસ કરતા તેમની પત્ની સ્મિતાબેને જણાવ્યું કે તમે મારા ઘરે ન આવો, નહીં તો ખોટા કેસમાં ફસાવી દઈશ તેમ કહ્યું હતું. આમ કોઈ સંપર્ક ન થતા છેવટે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું વેપારીને લાગતા સમગ્ર મામલે વર્ષ ૨૦૨૨ના ડીસેમ્બરના છેલ્લા વીકમા નડિયાદ ટાઉન પોલીસમાં મહર્ષિ નરહરી પ્રસાદ સોનીએ ઉપરોક્ત ઠગાઈ કરનાર નીતિનભાઈ છોટાલાલ નાઢા અને તેમની પત્ની સ્મિતાબેન નીતિનભાઈ નાઢા સામે ફરિયાદ નોંધાવી હતી. આજે ૬ માસના બાદ નિતીનભાઇ નાઢાની પોલીસે ધરપકડ કરી છે. અને રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.