ફતેપુરા શહેરના વરદાન હોસ્પિટલના ડો.હિતેશ પટેલ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ જિલ્લા કલેકટરને ફરિયાદ કરાતા ફતેપુરા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સિંધુ ઉદય
ફતેપુરા શહેરના વરદાન હોસ્પિટલના ડો.હિતેશ પટેલ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ જિલ્લા કલેકટરને ફરિયાદ કરાતા ફતેપુરા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે રહેતા વિશાલ નહાર અને ઇલ્યાસ ભાભોર દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર માં લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 હેઠળ ફરિયાદ કરતા જણાવવામાં આવ્યું છે કે ફતેપુરા ગ્રામ પંચાયતના જુના સર્વે નંબર 124 / 2 અને નવા સર્વે નંબર 236 અને ખાતા નંબર 369 વાળી ગામ તળની સરકારી જમીનમાં ફતેપુરા શહેરના વરદાન હોસ્પિટલના ડોક્ટર હિતેશ પટેલ દ્વારા બિનકાયદેસર રીતે પ્રવેશ કરી આ ગામતળ વાળી સરકારી જમીનમાં નવીન મકાનનું બાંધકામ કરી બહુમાળી હોસ્પિટલ નું મકાન બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે તો આ ગામતળ ની સરકારી જમીન જે ફતેપુરા ગ્રામ પંચાયતનો જુના સર્વે નંબર 124 /2 નવો સર્વે નંબર 236 અને ખાતા નંબર 369 વાળી મિલકત ફતેપુરા ગ્રામ પંચાયતની સરકારી ગામતળ વાળી મિલકત હોવાથી આ મિલકતમાં બિન કાયદેસર રીતે પ્રવેશી બાંધકામ કરનાર સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 ના કાયદા મુજબ સમાવેશ કરી આ વરદાન હોસ્પિટલ ના ડોક્ટર હિતેશ પટેલ સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે દાહોદ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે.*આમ ફતેપુરા શહેરના વરદાન હોસ્પિટલના ડો.હિતેશ પટેલ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ જિલ્લા કલેકટરને ફરિયાદ કરાતા ફતેપુરા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.