ગરબાડાના પાંદડી ગામે છોકરી ભગાડી જવાના મામલે ધિંગાણું.
વનરાજ ભુરીયા
ગરબાડાના પાંદડી ગામે છોકરી ભગાડી જવાના મામલે ધિંગાણું.દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંદડી ગામનો છોકરો ગામની છોકરીને ભગાડી લઇ જવાની અદાવતમાં તેના જ ગામના ૨૦ જેટલા લોકોના ટોળાએ પાંદડી ગામે છોકરાના તથા છોકરા પક્ષના લોકોના ઘરે જઇ તોફ્ફોડ કરી ઘરમાંથી દાગીના તથા રોકડની લુંટ કરી હતી.ગરબાડા તાલુકાના પાંદડી ગામના ભગાભાઈ છગનભાઈ સપુનીયાનો છોકરો દીલરાજ સેનાનાભાઈ ભારતાભાઈ ડામોરની બહેનને ભગાડી લઇ ગયો હતો.જે બાબતની અદાવત રાખી પાંદડી ગામના હોળી ફ્ળીયાના ડામોર કુટુંબના સેનાભાઈ ભારતાભાઈ જાતાબેન સોમાભાઈ વનીતાબેન. પિન્ટુભાઈ. શારદાબેન સીસકાભાઈ. શારદાબેન નરેશભાઈ. વનીતાબેન પરેશભાઈ. અજીતભાઈ ભારતાભાઈ,વિશાલભાઈ ભારતાભાઈ. કમલીબેન વગેરે ભેગા મળી ગામના ભગાભાઈ છગનભાઈ સપુનીયા તથા તેમના સગાના ઘરે જઇ તોડફોડ કરી ઘરમા મુકી રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂા. ૯૫૦૦૦ ની મત્તા લુંટીને લઇ ગયા હતા. આ સંબંધે ભગાભાઈ છગનભાઈ સપુનીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે જેસાવાડા પોલિસે પાંદડી ગામના અઢાર તથા મુવાલીયાના બે મળી કુલ ૨૦ જેટલા લોકોના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.