દાહોદ પ્રસારણ નગરમાં રાધે એપાર્ટમેન્ટમાં તસ્કરોએ ધોળે દહાડે મળી બે મકાનોને ટાર્ગેટ બનાવી બંન્ને મકાનોમાંથી કુલ મળી રૂા. ૨૮૦૦૦ ની મત્તા ચોરીને લઇ ગયા નું જાણવા મળ્યું છે.

સિંધુ ઉદય

દાહોદ પ્રસારણ નગરમાં રાધે રાધે એપાર્ટમેન્ટમાં તસ્કરોએ ધોળે દહાડે મળી બે મકાનોને ટાર્ગેટ બનાવી બંન્ને મકાનોમાંથી કુલ મળી રૂા. ૨૮૦૦૦ ની મત્તા ચોરીને લઇ ગયા નું જાણવા મળ્યું છે.ગત તા. ૨૦.૫.૨૦૨૩ ના રોજ સવારના અગ્યિરા વાગ્યાથી સાંજના પાંચ સુધી સમય ગાળા દરમ્યાન તસ્કરોએ દાહોદ શહનરા જુના ઇન્દોર રોડ પર આવેલ પ્રસારણ નગર ખાતેના રાધે રાધે એપાર્ટમેન્ટમાં ચોળા માળે રહેતા ધર્મિશ્ઠાબેન મહેન્દ્રભાઈ પરમાર તથા વિનોદભાઈ સેામાભાઈ હરિજનના ઘરને નિશાન બનાવી અને ઓટીએસના સળીયા તોડીક તસ્કરોઆ બંધ મકાનોમાં ઘુસ્યા હતા અને ધમિષ્ઠાબેન મહેન્દ્રભાઈ પરમારના મકાનના બીજા રુમમાં મુકેલ જુદા જુદા દરની રૂા. ૨૦ હજારની કિમતની ચલણી નોટો તથા વિનોદભાઈ સોમાભઆઈ હરીજનના મકાનમાંથી આઠ હજારની કિમતનું ૩૨ ઇંચનું એલઇડી ટીવી મળી બંન્ને મકાનોમાંથી કુલ મળી રૂા. ૨૮૦૦૦ ની મત્તા ચોરીને લઇ ગયા હતા.આ સંબંધે દાહોદ જુના ઇન્દોર રોડ રાધે રાધે એપાર્ટમેન્ટમાં રહેતા સંજ્યભાઈ મહેન્દ્રભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદને આધઆવે દાહોદ એ ડીવીઝન પોલિસે ઘરફોડનો ગુનો નોંઘી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!