ખેડા જિલ્લામાં ૨૦૨૩ સુધીમાં ૭૨,૮૦૩ ગંગાસ્વારૂપા બહેનોની લેવાઈ સંભાળ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
ખેડા જિલ્લામાં ૨૦૨૩ સુધીમાં ૭૨,૮૦૩ ગંગાસ્વારૂપા બહેનોની લેવાઈ સંભાળ ને તેમના પોસ્ટ અથવા બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit transfer) દ્વારા રૂ.૧૨૫૦/-ની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત ખેડા જિલ્લામાં માર્ચ-૨૦૨૦માં કુલ ૧૮,૯૪૦ લાભાર્થીઓના ખાતામાં DBTના માધ્યમથી સહાય આપવામાં આવેલ જે વધીને માટે માર્ચ ૨૦૨૨ માં કુલ- ૫૯,૫૯૧ લાભાર્થી બહેનોને DBT ના માધ્યમથી સહાય ચુક્વેલ છે.હાલમાં એપ્રિલ-૨૦૨૩ અંતિત કુલ ૭૨,૮૦૩ ગંગાસ્વારૂપા બહેનોની લેવાઈ સંભાળ છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના સલુણ ગામમાં રહેતા ૬૬ વર્ષીય ઇલાબેન કિરીટભાઈ પટેલ છેલ્લા ૫ વર્ષ થી ગંગાસ્વરૂપા યોજનાનો લાભ લઇ રહ્યા છે. ઇલાબેન પોતાનું સખી મંડળ સલુણ ખાતે ચલાવે છે સાથોસાથ સ્ત્રીઓને સરકારી યોજના અંગે માહિતી આપી તેમને સરકારી યોજનાનું લાભ આપવવાનું કામ પણ કરે છે.ઇલાબેન પટેલના ઘરમાં ૫ સભ્યો છે અને તેઓ છેલ્લા ૫ વર્ષથી ગંગા સ્વરૂપા યોજનાનો લાભ લઇ રહ્યા છે. ઇલાબેન આ યોજના અંગે જણાવતા કહે છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ યોજના વિધવા સ્ત્રીઓ માટે આશીર્વાદરૂપ છે. ઘણી ગંગાસ્વરૂપા બહેનોનું જીવન સરકાર દ્વારા આપવામાં આવતી ગંગાસ્વરૂપા યોજનાના હેઠળ મળતી રૂ.૧ હજાર ૨૫૦ સહાયથી સરળ બન્યું છે. આ પૈસાના ઉપયોગ અંગે શ્રી ઇલાબેન જણાવતા કહે છે કે તેઓ તેમની દીકરીઓને વાર – તહેવાર કે તેમના જરૂરત પ્રમાણે ઉપયોગ થાય છે. તેમની બ્લડપ્રેશરની બીમારીની દવા માટે પણ કોઈની આગળ હાથ લંબાવવા નથી પડ્યા. સાથોસાથ ઘરની આર્થિક અકળામણની સ્થિતિ કે બીમારીના સમયે આ બચત કરેલા પૈસા કામ લાગે છે. તેમજ પૌત્ર અને પૌત્રીઓને રમકડાં અપાવી તેમના મોઢા પર આવેલા સ્મિતને જોવા તેઓ ઉપયોગ કરે છે ઇલાબેન વધુમાં જણાવે છે કે તેઓના પતિ સ્વ. કિરીટભાઈને હંમેશા તેમની ચિંતા રહેતી કે એમના અવસાન બાદ ઇલાબેનનું શું થશે? પણ આ યોજનાની સહાય થકી આર્થિક મુશ્કેલીઓ હમણાં સુધી પડી નથી.આ યોજના અંગે ઈલાબેનને ગામની આશાવર્કર બહેન દ્વારા જાણવા મળ્યું કે સરકારશ્રી દ્વારા વિધવા મહિલાઓ માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત દર મહિને આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. જેના માટે અમે મામલતદાર ઓફિસમાં તપાસ કરતા ત્યાંથી જરૂરી દસ્તાવેજોની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા સપ્તાહ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી કે. એલ. બચાણીના હસ્તે તેમને ગંગાસ્વરૂપા યોજનાનો લાભ મળ્યો અને તેમના જીવનની આર્થિક તકલીફ દૂર થતા ઇલાબેને ગુજરાત સરકારનો અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો.