ટ્રેનમાં મુસાફરી દરમિયાન મહિલાનું પર્સ ચોરી કરી ગઠિયો ફરાર થઇ ગયો .

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

ટ્રેનમાં મુસાફરી દરમિયાન મહિલાનું પર્સ ચોરી કરી ગઠિયો ફરાર થઇ ગયો રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં  મહારાષ્ટ્રનુ દંપતી પૂનાથી પોતાના વતને જતાં હતા તે દરમિયાન ટ્રેનમાં મહિલાના પર્સમાં સોનાના દાગીના, મોબાઇલ ફોન સહિત રૂ.૫.૮૭ લાખના મુદ્દામાલ ગઠિયાએ પર્સની ચોરી કરી ફરાર થઇ ગયો. સમગ્ર મામલે આજે નડિયાદ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મહારાષ્ટ્રના પુના સતારાના  સુરેશભાઈ હિરાલાલજી ચૌધરી  તેઓ પત્ની સાથે પોતાના વતન રાની મુકામે ગત ૨૦મી મે ના રોજ ગયા હતા. સુરેશભાઈ અને તેમની પત્ની રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં B/2  કોચમાં હતા  તેમની પત્ની પાસે  એક લેડીઝ પર્સ હતું. તેમની પત્નીએ પર્સ પોતાના માથા નીચે મુકી ટ્રેનમાં સૂઈ ગયા હતા. દરમિયાન ચોરે આ તકનો લાભ લઈને પર્સની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. નડિયાદ રેલવે સ્ટેશન નજીક આવતા દંપતિએ પોતાના પાસે રહેલું પર્સ ન મળતાં શોધખોળ કરી હતી. આ પર્સ કોઈ ચોર ઈસમે ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું.  પર્સમાં એક મોબાઈલ ફોન , એક સોનાનો નેકલેસ સાડા છ તોલા નો , સોનાનું મંગલસૂત્ર પાંચ તોલાનું , પાનકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, સાહિત એટીએમ કાર્ડ અને બેંકનો ક્રોસ ચેક મળી કુલ રૂપિયા ૫ લાખ ૮૭ હજાર ૫૦૦નો મુદ્દામાલ ચોરાઈ ગયું હતું. આમામલે સુરેશભાઈ ચૌધરીએ નડિયાદ રેલવે પોલીસમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!