પુળીયા ભરેલા ટ્રેકટરમા વીજ વાયર અડી જતાં ટ્રેક્ટર ટ્રોલીમાં આગ લાગી ગઈ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
પુળીયા ભરેલા ટ્રેકટરમા વીજ વાયર અડી જતાં ટ્રેક્ટર ટ્રોલીમાં આગ લાગી ગઈ ખેડાના નાયકા ગામના હમીરભાઇ ભરવાડ જેવો પોતાના દાદાનું ટ્રેક્ટર ટોલી ભાડે લઈને વાસણા મારગીયા ગામે રહેતા ભગવતભાઈ મણીભાઈ પટેલના ખેતરમાં તેમના પુળીયા ભરીને તેમના ગોડાઉનમાં લઇ જતા હતા. તે સમયે ખેતરમાંથી પસાર થતાં નીચા પડી ગયેલા વીજ વાયરો નીચેથી ટ્રેક્ટર પસાર કર્યું હતું. જેમાં ટોલીમાં ભરેલા પુળીયામા વીજ વાયર અડી જતાં પુળીયા ભરેલા ટ્રેક્ટરમાં આગ લાગી હતી. ટ્રેક્ટર ટોલી બળીને ખાખ થતાં રૂ.૫ થી ૬ લાખ જેટલું નુકસાન થયું હતું. આ બાબતે ખેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત સમી વિસ્તારમાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી શક્યું ન હતુ. જેને લઇ આશરે ૨૦ મીનીટમાં ટ્રેક્ટર બળી ગયુ હતુ. વાસણામારગીયા ગામના સરપંચ ભરતભાઈ પટેલ જણાવ્યું હતું કે ગામના સીમ વિસ્તાર તેમજ ગામની અંદર છેલ્લા ઘણા સમયથી વીજવાયરો નીચા હોવાથી તેમજ નવા વાયરો બદલવા સુધીની જીઇબીમાં વારંવાર રજૂઆત કરવા છતાં જીઇબી દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી