જિલ્લા કક્ષાની સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
જિલ્લા કક્ષાની સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયેલની અધ્યક્ષતામાં તા.૨૪ મેં ૨૦૨૩ના રોજ જીલ્લા કક્ષાની સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક નવી જિલ્લા પંચાયત ખાતે યોજાઈ. જીલ્લામાં કોવીડ-૧૯, (Zoonotic) પ્રતિ સંચારિત રોગો, પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ઉદ્દભવે નહિ તે માટે સમયસરના રોગ અટકાયતી પગલા લેવા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ.ડીડીઓ શિવાની ગોયેલ દ્વારા શહેરી વિસ્તારોમાં પીવાનાં પાણીના નિયમિત કલોરીનેશન, પીવાના પાણીના નમૂનાના બેકટેરીયોલોજીકલ પૃથ્થકરણ, પાઇપ લાઇન લિકેજીઝ શોધખોળ અને યુધ્ધના ધોરણે વૈજ્ઞાનિક પધ્ધતિથી લીકેજ રીપેરીંગ તેમજ ક્લોરીનેટિંગ એજન્ટ લિકવિડ કલોરીન, બ્લીચીંગ પાઉડર, ક્લોરિન ટેબ્લેટનો જથ્થો સતત જળવાય રહે તે માટે તમામ ચીફ ઑફીસરઓને સૂચના આપી. જીલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન વાહકજન્ય રોગ અટકાયત કામગીરીના ભાગરૂપે જૂન માસ મેલેરિયા માસ ઉજવણી અંગે માહિતિ આપી ગ્રામ્ય/ શહેરી વિસ્તારોમા પાણીનો ભરાવો, મચ્છર ઉત્પતિ કેન્દ્રોનો નાશ, પોરા નાશક કામગીરી તેમજ વિવિધ આરોગ્ય વિષયક પ્રચાર પ્રસાર આઈ.ઈ.સી પ્રવૃતિઓ દ્વારા લોક જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમોનુ આયોજન કરવા ડીડીઓએ તમામ અધિકારીશ્રીઓને સૂચન કર્યુ હતું. આ ઉપરાંત આ બેઠકમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જીલ્લામાં સંચારી રોગો અંગેની હાલની પરિસ્થિતિ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કરેલ કામગીરી અને એકશન ટેકન રિપોર્ટ અંગે માહિતિ આપવામાં આવી હતી. તથા ઉપસ્થિત સૌ તાલુકા વિકાસ અધિકાર ઓને તાલુકા હેલ્થ ઓફિસર ના સંકલનમાં રહી ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીના નમુનાના કરવામાં આવેલ આવેલ આર.સી ટેસ્ટ માંથી વધુ નેગેટિવ આવેલ આર. સી. ટેસ્ટ વાળા ગામોમા તલાટી કમ મંત્રીઓને ગ્રામ્ય કક્ષાએ બ્લીચીંગ પાઉડર, લિકવિડ ક્લોરિનના જથ્થાની ઉપલબ્ધી અંગે તેમજ પીવાના પાણીના નિયમિત કલોરીનેશન માટે સેન્સીટાઈઝ કરવા તેમજ ગ્રામ્ય કક્ષાએ આરોગ્યને લગત સમસ્યાના નિકાલ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આ મિટીંગમાં તાલુકા વિકાસ અધિકાર, તાલુકા હેલ્થ ઓફિસર, ચીફ ઓફીસર નગરપાલિકા, અર્બન હેલ્થ ઓફિસર વગેરે સમિતિનાં સભ્યો હાજર રહ્યા હતા.

