નડિયાદના રેલવે બ્રીજ પરથી ટ્રક પલટી ખાઈ જતાં નીચેના સર્વિસ રોડ પર પડી હતી.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદના રેલવે બ્રીજ પરથી ટ્રક પલટી ખાઈ જતાં નીચેના સર્વિસ રોડ પર પડી હતી. નડિયાદમાં રવિવારે મિશન રેલવે બ્રિજ પરના પશ્ચિમ છેડે ઉતરતી એક ટ્રક બ્રીજ પરથી પલટી મારી જતાં નીચેના સર્વિસ રોડ પર પડી હતી. ટ્રક ચાલકને ઈજા પહોંચી હતી. આ બનાવના સવારે બ્રીજ પર ભારે ચક્કાજામ સર્જાયો હતો. નડિયાદના મિશન રોડ પર આવેલ રેલવે ઓવરબ્રીજ પરથી આજે વહેલી સવારે સીમેન્ટની બોરીઓ ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી. પશ્ચિમ તરફના છેડે બ્રિજ ઉતરતાં ટર્નીગ પાસે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક બ્રીજની લોખંડની સેફ્ટી એંગલો તોડી નીચે પડી જતાં નીચે સર્વિસ રોડ પર પડતાં સર્વિસ રોડ બ્લોક થયો હતો. ટ્રક સાથે બ્રીજનો કાટમાળ સર્વિસ રોડ પર પથરાયો ગયો હતો. આ બનાવમાં ટ્રક ચાલકને ઈજાઓ પહોંચી છે.અકસ્માત વળાંક પર થતાં બ્રીજ પર ભારે ચક્કાજામ સર્જાયો હતો.