દાહોદ જિલ્લામાં ચાર જુદી જુદી જગ્યાએ પોલીસની પ્રોહી રેડ : કુલ રૂ.૧.૩૬ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
અજય બારીયા
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લામાં ચાર જુદી જુદી જગ્યાએ પોલીસની પ્રોહી રેડ દરમ્યાન પોલીસે કુલ રૂ. ૧,૩૬,૩૩૫ ના પ્રોહી જથ્થા સાથે બે મહિલા સહિત પાંચ જણાની અટક કર્યાનું જ્યારે એક ઈસમ પોલીસને ચકમો આપી નાસી ગયાનું જાણવા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના પટવણ ગામે બનવા પામ્યો હતો જેમાં પટવણ ગામે રહેતા ગોધનભાઈ સુરપાળભાઈ પરમારના રહેણાંક મકાનમાં પોલીસે ગત તા.૦૪ માર્ચના રોજ પ્રોહી રેડ પાડતાં ગોધનભાઈ પોલીસને ચકમો આપી નાસી ગયો હતો. આ બાદ પોલીસે મકાનની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૫૧૦ જેની કુલ કિંમત રૂ.૪૪,૭૯૦ નો પ્રોહી જથ્થો જપ્ત કરી લીમખેડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવ લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે બનવા પામ્યો હતો જેમાં ઢઢેલા ગામે પોલીસે નાકાબંધી કરી આવતા જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતી હતી તે સમયે ત્યાથી એક મારૂતી ફ્રન્ટી ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસે ગાડીને ઉભી રખાવી તેની તલાસી લેતા ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.૨૧૬ જેની કુલ કિંમત રૂ.૩૨,૪૦૦ ના પ્રોહી જથ્થા સાથે ગાડીમાં સવાર ગોવિંદભાઈ કાળુભાઈ મેડા (રહે.ખંગેલા, સીમળખેડી ફળિયુ,તા.ગરબાડા), ગોવિંદભાઈ સોમાભાઈ ભુરીયા (રહે.ભે ગાળા ફળિયુ,તા.ગરબાડા) અને નરેશભાઈ બાબુભાઈ ભુરીયા (રહે. ભરસડા, કોટવાળ ફળિયુ, તા.ગરબાડા) એમ ત્રણેય જણાની અટક કરી લીમખેડા પોલીસે ત્રણેય વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો ત્રીજા બનાવ દાહોદ તાલુકાના ખરેડી ગામે બનવા પામ્યો હતો જેમાં ખરેડી ગામે નવાઅત્તા ફળિયામાં રહેતા રેખાબેન લાખનભાઈ ભાના (સાંસી)ના રહેણાંક મકાનમાં પોલીસે ગત તા.૦૪ માર્ચના રોજ પ્રોહી રેડ પાડતાં રેખાબેનની પોલીસે અટક કરી હતી અને મકાનની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૨૮૦ જેની કુલ કિંમત રૂ.૨૫,૩૨૦ ના પ્રોહી જથ્થા સાથે રેખાબેન વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો ચોથો બનાવ દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે બનવા પામ્યો હતો જેમાં ગોધરા રોડ ખાતે સાંસીવાડમાં રહેતા લીલાબેન સુરેશભાઈ સાંસીના રહેણાંક મકાનમાં પોલીસે ગત તા.૦૪ માર્ચના રોજ ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૧૮૦ જેની કુલ કિંમત રૂ.૩૩,૮૨૫ ના પ્રોહી જથ્થા સાથે લીલાબેનની પોલીસે અટક કરી દાહોદ શહેર પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#Dahod #Sindhuuday

