નડિયાદ પાસે હાથજમા બંધ મકાનમાં તસ્કરોએ ચોરી કરી ફરાર થઇ ગયા .
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ પાસે હાથજમા બંધ મકાનમાં તસ્કરોએ ચોરી કરી ફરાર થઇ ગયા નડિયાદના હાથજ ગામે બંધ મકાનમાં તસ્કરોએ મકાનની બારીમાંથી પ્રવેશ કરી રૂપિયા ૧.૧૦ લાખના રોકડની ચોરી કરી ફરાર થયા છે. મકાન માલિકે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નડિયાદ તાલુકાના હાથજ ગામે નવાગામ રોડ પર રહેતા જીતેન્દ્રભાઈ નટુભાઈ સોઢા જે નડિયાદની એક હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર આસીસન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ૧૮ મે ના રોજ તેમની પત્ની સંતાન સાથે પિયરમાં ગઈ હતી અને જીતેન્દ્રભાઈ નોકરીએ હતા. દરમિયાન તસ્કરોએ જીતેન્દ્રભાઈના મકાનમાં બારીનો કાચ તોડી પ્રવેશ કર્યો હતો અને તીજોરીનુ લોક ખોલી કુલ રોકડ રૂપિયા ૧ લાખ ૧૦ હજાર તેમજ બેંકના એટીએમ કાર્ડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સાંજના સમયે જીતેન્દ્રભાઈની પત્ની પિયરથી પાછા આવતાં ઘરની અંદર સરસામાન વેરવિખરેલ હાલતમાં હતો અને બેઠક રૂમની બારીનો કાચ તૂટેલો હતો. આ મામલે પોતાના પતિને જાણ કરી હતી. જીતેન્દ્રભાઈ તરતજ ઘરે પહોંચ્યા હતા અને તપાસ કરતાં તીજોરીમાં જે જગ્યાએ રૂપિયા હતા તે તીજોરીની ચાવી જ્યાં મુકી હતી તે જગ્યા પરથી મળી આવી હતી અને તીજોરી લોક કરેલી હાલતમાં હોવાથી કોઈ જાણ ભેદુ હોવાની શક્યતા જીતેન્દ્રભાઈને લાગતી હતી. જીતેન્દ્રભાઈએ પોતાના ઘરે અવરજવર કરતા તમામ લોકોની ખાનગી રાહે તપાસ કરતાં પડોશમાં રહેતા સંજયભાઇ પ્રતાપભાઈ સોઢા કોઈ કામ ધંધો કરતો ન હોય આમ છતાં પણ પૈસા વાપરતો હોવાનુ જણાઈ આવ્યું હતું. જેમાં આ વ્યક્તિએ નવો ફોન તેમજ ઘરમા નવા પતરા નખાવ્યા અને રામાપીરના પાઠમાં ધૂમ ખર્ચો કરેલાની હકીકત જાણવા મળતાં સંજયભાઈએ જ પોતાના ઘરમાં ચોરી કરી હોવાની શંકાના પગલે જીતેન્દ્રભાઈ સોઢાએ નડિયાદ રૂરલ પોલીસમાં શકદાર તરીકે સંજય સોઢાની સામે ફરિયાદ નોંધાવી છે.