ઝાલોદના ધારાસભ્ય મહેશ ભૂરીયાએ જન્મ દિવસ નિમિત્તે ગુરુ ગોવિંદ ધામ નાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.
પંકજ પંડિત
ઝાલોદના ધારાસભ્ય મહેશ ભૂરીયાએ જન્મ દિવસ નિમિત્તે ગુરુ ગોવિંદ ધામ નાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા ગુરુ ગોવિંદ ધામ ખાતે કાર્યકરો દ્વારા કેક કાપીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી ઝાલોદ 130 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મહેશ ભૂરિયાનો આજ રોજ તારીખ 02-06-2023 હોઈ તેઓ ગુરુ ગોવિંદ ધામ કંબોઇ મુકામે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ખૂબ જ ટૂંકા ગાળામાં ધારાસભ્ય મહેશ ભૂરિયા એ પડતર કામોને વેગ આપી લોકોના મન જીતી લીધા છે. ઝાલોદ તાલુકાની પવિત્ર ભૂમિ એવા કંબોઇ મુકામે ગુરૂ ગોવિંદ સમાધિ સ્થળ પર પહોંચી તેમણે ત્યાં સમાધી સ્થળ પર ફૂલહાર તેમજ ચાદર ચઢાવી આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા.ગુરુ ગોવિંદ સમાધિ સ્થળ પર મોટા પ્રમાણમાં ભાજપના કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા હતા અને સહુ કાર્યકર્તાઓ એ મહેશ ભૂરિયાના જન્મ દિવસ નિમિતે તેમના હાથે કેક કપાવી ઉજવણી કરી હતી. ઉપસ્થિત સહુ કાર્યકર્તાઓનો ધારાસભ્ય મહેશ ભૂરીયા એ આભાર વ્યક્ત કર્યો હતો.