મહાસંપર્ક અભિયાન અંતર્ગત ફતેપુરા વિધાનસભા માંથી કાર્યક્રમ ની શરુઆત.
શબ્બીરભાઈ સુનેલવાલા
મહાસંપર્ક અભિયાન અંતર્ગત ફતેપુરા વિધાનસભા માંથી કાર્યક્રમ ની શરુઆત લોકોના પ્રશ્નો સાંભળી તાત્કાલિક અસરથી અધિકારીઓને ફોન કરી લોકોના પ્રશ્નોનું સ્થળ પર થી જ નિરાકરણ કર્યું. કેન્દ્રની મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતા સુશાસન સમર્પણ ના ભાવ સાથે કામ કરતી સરકારની વિકાસ ગાથા જન જન સુધી પહોંચાડવાના ભાગરૂપે ભાજપ દ્વારા મહા સંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે મહાસંપર્ક અભ્યાનની શરૂઆત થતા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર આજરોજ ફતેપુરા તાલુકાના ગામડે ગામડે લોકોના ઘરે ઘર જઇ લોકોની વાચા સાંભળી લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરી સંપર્ક કરવાનું શરૂ કર્યું છે તેમની સાથે દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઈ અમલીયાર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, ચુનીલાલભાઈ ચરપોટ, ડો. અશ્વિનભાઈ પારગી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ દ્વારા સરસ્વા શીત કેન્દ્રની મુલાકાત લઇ ચાલતી કામગીરી નુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તાલુકાના બલૈયા કંકાસીયા, ફતેપુરા, ગામે પ્રભુત્વ નાગરિક ધરાવતા લોકો, વેપારી અને બ્રહ્માકુમારીના બહેનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો ડુંગર ગામે સભા યોજી પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કરમેલ, વાંગડ,લખનપુર, સુખસર, આફવા, કાળીયા ના ગામોમાં લોકો સાથે સીધો સંવાદ કરી લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા સરકાર દ્વારા વિકાસ ની કરવામા આવતી કામગીરીની સમીક્ષા કરવા મા આવી હતી ગામે ગામ થતા કામો અધૂરા રહી ગયેલ કામો ની ચર્ચા કરવામાં આવી હતી સાંસદે સરકારની વિવિધ વિકાસ યોજનાઓનો લાભ જણાવી થયેલ વિકાસ અને માનગઢ ધામ ના વિકાસ માટે વધુ 40 કરોડ મંજૂર થયા હોવાનુ જણાવ્યું હતું