પીપલોદ પોલીસ સ્ટેશન તેમજ GEPL (ભથવાડા ટોલ) ટીમ દ્વારા ભથવાડા ટોલ ટેક્સ પર માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
સિંધુ ઉદય
પીપલોદ પોલીસ સ્ટેશન તેમજ GEPL (ભથવાડા ટોલ) ટીમ દ્વારા ભથવાડા ટોલ ટેક્સ પર માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો અવાર નવાર હાઈવે પર અકસ્માતના બનાવ બનતા હોય છે તેને ધ્યાનમાં રાખીને આજ રોજ પીપલોદ પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર જી. બી. પરમાર , પીપલોદ પોલીસ ટીમ તેમજ GEPL ટીમ દ્વારા ભથવાડા ટોલ ટેક્સ પર માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાઈવે પર ચાલતી ગાડીઓ ટ્રેક્ટર, ટ્રક, કાર, બસ, ટુ વ્હીલર જેવા વાહનો ચાલકોને ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી અને તેઓને “ફૂ્ટ અને જ્યુસ” વિતરણ કરવામાં આવ્યું .જે વાહન ચાલકો દ્વારા રોડ ટ્રાફિક ના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું તેઓને બિરદાવવામાં આવ્યા