હિમાચલ પ્રદેશના સાંસદ ઇન્દુબાલા ગોસ્વામીએ નડિયાદ સંતરામ મંદિરે સમાધિ સ્થાન અને ગુરુગાદીના દર્શન કર્યા.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
હિમાચલ પ્રદેશના સાંસદ ઇન્દુબાલા ગોસ્વામીએ નડિયાદ સંતરામ મંદિરે સમાધિ સ્થાન અને ગુરુગાદીના દર્શન કર્યા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવ વર્ષના સુશાશનની ઉપલબ્ધીઓને જન જન સુધી પહોંચાડવાના ભાગરૂપે જન સંપર્ક અભિયાન અંતર્ગત હિમાચલ પ્રદેશના રાજ્યસભાના સાંસદ ઇન્દુબાલા ગોસ્વામીએ નડિયાદના સંતરામ મંદીરની મુલાકાત લઇ સમાધિ સ્થાન અને ગુરુગાદીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે તેમની સાથે ખેડા જિલ્લા ભાજપના મહામંત્રીઓ અપૂર્વભાઈ પટેલ,અમિતભાઇ ડાભી,રાજેશભાઇ પટેલ વગેરે અગ્રણીઓ જોડાયા હતા.સાંસદ ઇન્દુબાલાજીએ ત્યારબાદ નગરના વિવિધ ક્ષેત્રના વિશિષ્ટ અગ્રણીઓ સાથે મુલાકાત લઈ બેઠક કરી હતી . સાંસદ ઇન્દુબાલાજીએ સ્થાનિક સંગઠનના હોદ્દેદારો સાથે નડિયાદના જિલ્લા સ્પોર્ટ સંકુલ ઉપરાંત મહાગુજરાત હોસ્પિટલ અને કિડની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.