પરિણીતાને ત્રાસ આપતા પતિ,સાસુ, સસરા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોધાઇ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
પરિણીતાને ત્રાસ આપતા પતિ,સાસુ, સસરા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોધાઇ નડિયાદ પંથકની પરિણીતાને પતિ, સાસુ, સસરાએ ત્રાસ આપતા કંટાળેલી પરિણીતાએ ન્યાય મેળવવા પોલીસનો સહારો લીધો છે. પરિણીતાએ નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ તાલુકાના અરેરા ગામની ૨૬ વર્ષિય પરિણીતાના લગ્ન વર્ષ ૨૦૦૯માં થયા હતા. લગ્ન જીવન દરમિયાન પરિણીતાને સંતાનમાં 3 દીકરીઓ છે, જોકે પતિના અન્ય યુવતી સાથે સંબંધ હોવાની વાત ખબર પડતાં પરિણીતાએ બધુ બંધ કરવા ટકોર કરી હતી. જે બાદ પતીએ તેણીની સાથે ઝઘડો કર્યો હતો. આ વાતની જાણ પરિણીતાએ પોતાના સાસુ સસરાને પણ કરી હતી. આમ છતાં સાસુ, સસરા પોતાના દિકરાનું ઉપરાણું લઈને તેણીની સાથે ઝઘડો કરતાં હતાં.જુલાઈ માસમાં પરિણીતા પોતાની ત્રણેય દિકરીઓને સાથે લઈને પિયરમાં આવી ગઈ હતી અને મહિલા પોલીસમાં જાણ કરતાં પોલીસે સમજાવટ સમાધાન કરી પરિણીતાને સાસરે મોકલી હતી. ત્યારબાદ પતિ, સાસુ અને સસરા લોકો પરિણીતા પર અત્યાચાર ગુજાર્યો હતો. આથી કંટાળેલી પરિણીતાએ અંતે નડિયાદ રૂરલ પોલીસમાં પોતાના પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે.