કપડવંજમાં મહારાષ્ટ્રના શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં વેપારીઓની સભા યોજાઇ

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

કપડવંજમાં મહારાષ્ટ્રના શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં વેપારીઓની સભા યોજાઇ ખેડા જિલ્લાના કપડવંજમાં મહારાષ્ટ્રના કેબિનેટ શિક્ષણમંત્રી ચંદ્રનકાન્ત પાટિલની ઉપસ્થિતિમાં વેપારીઓની સભા મળી હતી. આ અગાઉ એપીએમસી કપડવંજ મુકામે યોજાયેલી  પત્રકાર  પરિષદમાં મંત્રી ચંદ્રકાન્ત પાટીલ સાથે ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અપૂર્વભાઈ પટેલ,રાજેશભાઇપટેલ,એપીએમસી કાપડવંજના  ચેરમેન નિલેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન વગેરે,ઉપસ્થિત રહ્યા હતા.  મહારાષ્ટ્ર સરકારના  શિક્ષણ મંત્રી ચંદ્રકાન્ત પટેલે જણાવ્યું હતું કે, ૨૦૧૪ થી અત્યાર સુધી  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના૯ વર્ષ પૂર્ણ થયા છે . સામાન્ય માણસને સુખી અને રક્ષિત કરવાના પ્રયાસ તેમના સુશાશનમાં થયા છે. ૨૦૧૪ પહેલા કોંગ્રેસનું સાશન હતું ત્યારે વ્યાપક ભ્રષ્ટાચાર હતો . તેમને તેમના મંત્રીઓને જેલમાં નાખવા પડ્યા હતા વોટિંગ ટકાવારી ઘટી હતી ભારે બહુમતી માટે લોકોએ ભારે મતદાન કર્યું૮૧ ની સાલ બાદ પ્રથમ વખત પૂર્ણ બહુમત ૨૮૨ બેઠક મળી  પાંચ વર્ષ બાદ એન્ટીઇન્કામ્બસી વિના ૩૫૩  એનડીએનેબેઠક  મળી. લોકશાહીમાં વિશ્વાસ લોકોમાં વધાર્યો ૧૩૭  કરોડ લોકોમાં સ્વચ્છતા અભિયાન થી જોડી જન આંદોલન ઉભું કર્યું . કોવિડમાં. ૧૩૭ કરોડ લોકોને લોકડાઉન માટે તૈયાર કર્યા ભોજન ની વ્યવસ્થા ઉભી કરી કોઈ આંદોલન ન ડિજિટલ ઇકોનોમી નાના ગામો સુધી લઈ ગયા. વીમો શૂન્ય ડિપોઝીટ વિના લોકોના બેન્ક ખાતા ખુલ્યા તેના માધ્યમથી 25 લાખ કરોડ  ડિબિટી મુજબ ચૂકવ્યા .૯ કરોડ કિસાન ને એક જ ક્લિક થી રૂપિયા પહોંચી જાય છે .પુરા વિશ્વ માં ડિજિટલ માધ્યમ માં ભારત નંબર1 થયું  ૨૦૨૦ થી શિક્ષા વ્યવસ્થા બદલી સ્કિલ ડેવલપમેન્ટ લાગુ કર્યું બધી કોલેજ માં સ્કિલ વ્યવસ્થા ઉભી કરી .માતૃભાષા માં શિક્ષણની વ્યવસ્થા ઉભી કરી .આવનારા વર્ષોમાં પણ ભારત વિકાસના ક્ષેત્રે હરણફાળ ભરશે.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના  નેતૃત્વને દુનિયાના દેશો સ્વીકારતા થયા છે.G.20નું સુકાન મળ્યું છે.યોગદીવસની વિશ્વભરમાં માન્યતા સાથે ઉજવણી થઈ રહો છે.. જેનું આપણે સહુ ગૌરવ લઈ શકીએ એ બધું જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુશાશનની દેન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: