નડિયાદ ના પશ્ચિમ વિસ્તારના સારિકા પાર્કમાં વોલ્ટેજની વધઘટથી રહીશો પરેશાન.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ ના પશ્ચિમ વિસ્તારના સારિકા પાર્કમાં વોલ્ટેજની વધઘટથી રહીશો પરેશાન નડિયાદમાં માઇ મંદિર ચોકડી પાસે આવેલ વિશ્વકર્માવાડીની પાસે આવેલ સારિકા પાર્ક સોસાયટીના રહીશોને વિજભારમાં વધઘટના કારણે પરેશાન થવાની વારી આવી છે. આકરી ગરમીમાં સરખો વીજભાર ન મળવાના બાબતે રહીશો દ્વારા વીજ કંપનીના નાયબ ઇજનેરને અરજી કરી નિકાલ લાવવાની રજૂઆત કરી છે. નડિયાદ પશ્ચિમમા આવેલ સારિકા પાર્કમાં છેલ્લા ૨-૩ મહિના થી વોલ્ટેજનો પ્રશ્ન થયો હતો. જેને લઇ સોસાયટીના રહીશોએ એમજીવીસીએલમાં રજુઆત કરી હતી. રજૂઆત કર્યા બાદ વીજ કંપનીના કર્મીઓ દ્વારા તપાસ બાદ પણ કોઇ ઉકેલ આવ્યો ન હતો.જાગૃત રહીશ દ્વારા બરોડા ખાતેની મુખ્ય ઓફિસમાં જાણ કરતા તેઓએ થ્રીફેસ લાઇન લેવાનું જણાવ્યું હતું. ત્યારે સમગ્ર બાબતે વીજ કંપનીએ લાઇન બદલતા આ સમસ્યા સર્જાયાનું જણાવ્યું હતું. અમારી ટીમ દ્વારા સોસાયટીમાં વિઝિટ કરવામાં આવી છે. સોસાયટીના વોલ્ટેજ લોના પ્રશ્ન બાબતે તેઓના સિંગલ ફેસ થ્રી વાયર છે. જેને હવે થ્રી ફેસ ફોર વાયર કરવામાં આવશે. જેના કારણે તમામ રહીશોને ત્રણ ફેઝ વાપરવા મળશે. જેનું કામ બે ત્રણ દિવસમાં થઇ જશે. એમજીવીસીએલ ના નાયબ ઇજનેર એ જણાવ્યું હતું