નડિયાદમાં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા શાંતિ પદયાત્રા નીકળશે.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

નડિયાદમાં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા શાંતિ પદયાત્રા નીકળશે. ભારત સરકાર યુવા કાર્યક્રમ એવં ખેલ મંત્રાલયના સહયોગથી બ્રહ્માકુમારીઝ સાથે મળીને ચલાવવામાં આવીરહેલ આંતરરાષ્ટ્રીય અભિયાન Y20 કાર્યક્રમ (સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને ખેલ – યુવાઓ માટે એજન્ડા) થીમ પરબ્રહ્માકુમારીઝ નડિયાદ દ્વારા “શાંતિ પદયાત્રા”નું આયોજન કરવામાં આવેલ છે. બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિશ્વભરમાંશાંતિ ફેલાવવા માટે આધ્યાત્મિક જ્ઞાન તથા સહજ રાજયોગના અનેકવિધ કાર્યક્રમો અવારનવાર યોજવામાં આવતા હોયછે. ત્યારે આ શાંતિ પદયાત્રા પણ નડિયાદ નગરજનોને શાંતિનો સંદેશ પાઠવે તેવી શુભ આશા સાથે તા. ૧૧ જૂન ૨૩નારોજ સવારે ૬:૩૦ કલાકે સંસ્થાના પ્રમુખ સ્થાન પ્રભુ શરણમથી યાત્રાનો શુભઆરંભ થશે. ત્યાંથી વાણિયાવડ સર્કલ,કિડની હોસ્પિટલ, સંતરામ નેત્ર ચિકિત્સાલય, સંતરામ મંદિર, પારસ સર્કલ, દેસાઈ સંસ્કાર કેન્દ્ર, શિતલ ટૉકિઝ થઈનેઅંતે પ્રભુ શરણમ એમ કુલ ૫ કિલોમીટર સુધી શાંતિ પદયાત્રા નીકળશે. શાંતિ પદયાત્રામાં નડિયાદના વિવિધસ્થાન/સંસ્થાઓના ૧૫ થી ૩૦ વર્ષના યુવાઓનો સમૂહ જોડાશે. કોઈ પણ યુવા આ લિન્ક https://forms.gle/H7N27tSQueTEcR4D9 દ્વારા ગુગલ ફોર્મ ભરી શાંતિ પદયાત્રામાં જોડાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: