હોકી અને લાકડીઓ સાથે ધસી આવોલા ૧૦થી૧૫જેટલા ઇસમોએ કોઇ કારણસર એક વિધાર્થી ઉપર હોકી અને લાકડીઓ વડે હુમલો કરી
દાહોદ, તા.ર૩
દેવગઢ બારીયા નગરમાં હોકી અને લાકડીઓ સાથે ધસી આવોલા ૧૦થી૧૫જેટલા ઇસમોએ કોઇ કારણસર એક વિધાર્થી ઉપર હોકી અને લાકડીઓ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકી આપ્યાનું જાણવા મળેલ છે.
દેવગઢ બારીયા નગરની નંદનવન સોસાયટીમાં રહેતા અજયકુમાર દીલીપભાઇ મેડા નામનો વિધાર્થી ગત તા.૧૯-૧૦-૨૦૧૮ના રોજ રાતના સાડા અગીયારેક વાગ્યાના સુમારે દેવગઢ બારીયા બસ સ્ટેશનમાં બેઠો હતો તે દરમ્યાન બસ સ્ટેશનમાં હોકી તથા લાકડીઓ જેવા મારક હથિયારો લઇ ધસી આવેલા કાપડી વિસ્તારના ૧૦થી ૧૫ જેટલા ઇસમોએ એક સંપકરી ગેરકાયદેસર મંગળી બનાવી બસ સ્ટેશનમાં બેઠેલ અજયકુમાર દીલીપભાઇ મેડાને કોઇ કારણસર બેફામબિભત્સ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હુમલો કરી શરીરે તથા માથાના ભાગે હોકી તથા લાકડીઓથી માર મારી ઇજાઓ પહોંચાડી દિંગાણું મચાવતાં બસ સ્ટેશનમાં ભારે નાસભાગ મચીજવા પામી હતી.
આ સંબંધે અજયકુમાર દીલીપભાઇ મેડાએ દેવગઢ બારીયા પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.